સુરતમાં સમસ્ત પાટીદાર ટ્રસ્ટે 248 કોરોના દર્દીનો અંદાજે 6 કરોડનો ખર્ચ બચાવ્યો, કોવિડ કેર સેન્ટરમાં સારવાર આપી

05-Jun-2021

સુરતઃ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓની જરૂરિયાતોને ધ્યાને લઈને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટે સર્વ સમાજની ચિંતા કરીને કતારગામ સ્થિત સમસ્ત મેડિકલ એસોસિયેશનના સહયોગથી ૭૨ બેડનું ઓક્સિજન સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું હતું, જેમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સ્વયંસેવકો, સમાજપ્રેમી સહિતના ૧૨૫ જેટલા કોરોના વોરિયર્સને સમાજના અગ્રણીઓએ પ્રમાણપત્ર આપીને માનવતાને માન, કોરોનાયોદ્દાઓનું સન્માન' અંતર્ગત કતારગામ આંબાતલાવડી સ્થિત શ્રીમતી એમ.એમ.ખેની ભવનમાં સન્માનિત કરાયા હતા.

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટે પાટીદાર સમાજની વાડીમાં કતારગામ-વેડરોડ- વેલજીભાઇ શેટાએ જણાવ્યું હતું કે, કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સર્વે સમાજની ચિંતા કરીને આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. સુરત સહિત સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર આ કોવિડ કેરમાં મિનિ હોસ્પિટલ જેવી અદ્યતન સુવિધા આપી હતી. ઉપપ્રમુખ કાળુભાઇ ઇટાળિયાએ જણાવ્યું હતું કે, સેન્ટરમાં ૨૪૮ દર્દીને સારવાર લીધી છે, અને અહીં સારવાર દરમિયાન એક પણ દર્દીનું નિધન થયું નથી તે જ આ સેન્ટરની સફળતા બતાવે છે. અમારી પાસે શહેરના નામાંકિત ડૉક્ટરની ટીમ તેમજ સ્વયંસેવકોની ટીમે નિઃસ્વાર્થ ભાવે ૩૦ દિવસથી વધુ સેવા કરી હતી. ૨૪૮ દર્દીના ખર્ચની વાત કરીએ તો અંદાજે એક દર્દી દીઠ રૂ.૨.૫૦ લાખ રૂપિયાનો ખર્ચનો અંદાજ મૂકીએ તો આશરે રૂ.૬ કરોડથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીનો આરોગ્ય ખર્ચ બચાવીને સમસ્ત પાટીદાર સમાજે માનવતા મહેકાવી છે.

આ વેળાએ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઇ શેટા, ઉપપ્રમુખ કાળુભાઇ ઇટાળિયા (ભિમનાથ), ગોવિંદભાઇ ધોળકિયા, લાલજીભાઈ પટેલ સહિતના સમાજના અગ્રણીઓના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

Author : Gujaratenews