2022ની ચૂંટણીની તૈયારી : ૨૦ વર્ષ બાદ મુખ્યમંત્રી પાટીદાર બનશે?, 14મી જૂને અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે

13-Jun-2021

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. ગઈ કાલે ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગઈ કાલે તેમણે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરકાર અને સંગઠનના નેતાઓ સાથે કોર કમિટીની બેઠક કરી હતી. આગામી 15મી તારીખે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને ધારાસભ્યોની પણ બેઠક યોજાશે.

બીજી તરફ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સારા દેખાવ પછી આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સક્રિય થઈ ગઈ છે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. હવે આગામી 14મી જૂને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કૈજરીવાલ ગુજરાત આવવાના છે. અમદાવાદ ખાતે તૈયાર થયેલ આમ આદમી પાર્ટીનાં સ્ટેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

કોંગ્રેસમાં પણ આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ થવાની છે. તેને લઈને પણ કોંગ્રેસના ત્રણ દિગ્ગજોના નામ ચાલી રહ્યા છે. જેમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ છે. જોકે, અર્જુન મોઢવાડિયા પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે, કોંગ્રેસ હાઇકમાન્ડ કોને જવાબદારી સોંપે છે, તે જોવાનું રહ્યું. એટલું જ નહીં, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પણ પાર્ટી મોટી જવાબદારી સોંપી શકે છે.

ગુજરાતના (Gujarat Politics) રાજકારણમાં ફરી પાટીદારોને (Patidar) નેતૃત્વ મળે તે માટે સામાજિક આગેવાનો સક્રિય થયા છે. આજે વીરપુરના કાગવડ (Kagvad) ખાતે આવેલા ખોડલધામે (Khodaldham) રાજકીય અને સામાજિક દાખલો બેસે તેવી બેઠક યોજાઈ. પાટીદારોની (Patidar) બે મુખ્ય ડાળ સમાન લેઉવા (Leuva) અને કડવા પાટીદાર (Kadva patidar) સમાજના તમામ મોટા માથાએ એકઠા થયા. પાટીદારોના આ 'મહામંથન'માં સમાજને રાજકીય શીર્ષ નેતૃત્વ અપાવવા ચર્ચા થઈ, આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના સૌરાષ્ટ્રના સુપ્રીમો નરેશ પટેલ (Naresh Patel) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party-AAP) દિલથી વખાણ કર્યા. નરેશ પટેલે પાટીદાર મુખ્યમંત્રી બને એવી ઈચ્છા પણ વ્યકત કરી.નરેશ પટલે ટાંક્યુ કે 'પાટીદાર સમાજ આ રાજ્યમાં વિશાળ સંખ્યામાં વસે છે. આર્થિક-સાાજિક અને રાજકીય મોરચે સમાજનું પ્રભુત્વ છે. અમે આ સરકાર અને વહીવટમાં સમાજને પૂરતું નેતૃત્વ મળે તેના માટે ચર્ચા કરીશું. જે પક્ષમાં અમારા પાટીદારો છે તેમનું રાજકીય કાઠું વધે તેની ચર્ચા કરવામાં આવશે. હજુ કોરોનાની ત્રીજી લહેર બાકી છે, આ સમયે ચૂંટણીમાં પાટીદારો ક્યાં પક્ષ સાથે જાય તે કહેવું હાલ પૂરતું ઉતાવળિયું ગણાશે અલબત મુશ્કેલ છે'

 

Author : Gujaratenews