પાટણ ચાણસ્મા હાઈવે પર કરૂણાંતિકા : સુરતથી સીમંતમાં આવેલા પરિવારને નડ્યો અકસ્માત, કાર- દુધ ટેન્કરના અકસ્માતમાં 2 વર્ષની બાળકી સહિત 3નાં મોત

12-Aug-2021

પાટણ-ચાણસ્મા હાઈવે પર લણવા ગામ નજીક અકસ્માત સર્જાયો છે કે જેમાં 2 વર્ષની બાળકી સહિત 3નાં મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પાટણ-મહેસાણા હાઈવે પર ગુરુવારે સવારે સુરતથી સીમંત પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારની કાર અને ચાણસ્મા તરફથી મહેસાણા તરફ જઈ રહેલા દૂધ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 2 વર્ષની બાળકી સહિત એક જ પરિવારના કુલ 3 લોકોનાં મોત નીપજ્યા હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાણસ્મા મહેસાણા હાઈવે પર સ્વિફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક એક્ટિવા ચાલકને બચાવવા જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક્ટિવાને બચાવવાના ચક્કરમાં સ્વિફ્ટ કાર અને ટેન્કર એકબીજા સાથે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કારમાં સવાર ત્રણે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા કે જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.

આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થતાં થોડા સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ-108ને જાણ કરતાં ઇજાગ્રસ્ત લોકોને નજીકમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર ગઈકાલે સુરતથી મેથાણિયા ગામમાં પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો અને આજે કોઈ ચીજવસ્તુ લેવા જતા પરિવારની કારને ટેન્કરે ટક્કર મારતા 3 લોકોના મોત નીપજ્યા હતા.

મતકોના નામ અકસ્માતમાં

જૈમિન તળશીભાઈ પટેલ ઉ.વ. ૩૫ વર્ષ

ખુશી જૈમિનભાઈ પટેલ ઉ.વ. ૦૨ વર્ષ

આશિષ મનુભાઈ પટેલઉ.વ. ૪૦ વર્ષ

 

ઈજાગ્રસ્ત થયેલા 

મેહુલભાઈ રતિભાઈ પટેલ ઉ.વ. ૩ર વર્ષ

જૈનીલ આશિષભાઈ પટેલ ઉ.વ. ૭ વર્ષ

 

Author : Gujaratenews