Suratના 10 લાખ લોકોને રાહત, સીએમ રૂપાણીએ તાપી નદી પરના પાલ- ઉમરા બ્રિજને લોકાર્પિત કર્યો

11-Jul-2021

ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ સુરત(Surat) ને મોટી ભેટ આપી છે. જેમાં સુરત શહેરમાં તાપી નદી પરનો વધુ એક પાલ-ઉમરા બ્રિજ (Pal-umrabridge)નું રવિવારે સીએમ રૂપાણીએ (CM Rupani) લાકોર્પણ કર્યું હતું.આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું હતું કે સુવિધાયુક્ત અને માળખાકીય સવલતોથી સંગીન મહાનગરોનું નિર્માણ કરવાની આ એક આગવી દિશા છે. આજના યુગમાં શહેરી વિકાસ અને જનસુખાકારીની સુવિધાઓ જ જનતાની ખુશહાલીનું માધ્યમ છે. ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં આપણે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે લોકોને સરળતા તરફ દોરી જવાના નક્કર હેતુ સાથે વિકાસકામો થયા છે.

બીઆરટીએસ ફેઝ-2 ના રૂટમાં પાલ-ઉમરા બ્રિજને કારણે રિંગ બની શકતી ન હતી. આ બ્રિજના નિર્માણથી ભાઠા-ઈચ્છાપોર અને હજીરા જેવા વિસ્તારોનો પણ વિકાસ ઝડપી બનશે. આ ઉપરાંત પાલ-પાલનપોર વિસ્તા૨ના લોકોને પણ પરિવહનમાં રાહત થશે.વર્ષ 2006માં સુરત શહેરના વિસ્તરણ બાદ પાલને નદી પારના ઉમરા સહિતના વિસ્તારો સાથે સાંકળી શકાય તે માટે મનપાની સામાન્ય સભામાં જુદા જુદા પાંચ સ્થળોએ બ્રિજ બનાવવા માટે ક્રમાનુસા૨ પ્રાયોરિટી નક્કી કરી હતી. આ બ્રિજ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

પાલ વિસ્તારના સુરતીઓને ડુમસ–પીપલોદ વિસ્તા૨માં અવરજવરની સુવિધા વધશે. તેમજ એરપોર્ટ પણ સરળતાથી પહોંચી શકાશે. આ બ્રિજ ટ્રાફીક 2 અપ અને 2 ડાઉન એમ કુલ 4 લેનની ક્ષમતા ધરાવે છે. જેથી તાપી નદી ૫૨ન સરદાર બ્રિજ તથા કેબલ સ્ટેઈડ બ્રિજનું ભારણ પણ ઘટશે.

સુરતના પાલ-ઉમરા બ્રિજના લોકાર્પણ પ્રસંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સીએમ રૂપાણીએ સુરત શહેરમાં BRTS-2 અન્વયે ઉમરા-પાલ વિસ્તારને જોડતો રૂ. ૮૯.૯૯ કરોડનો નવો બ્રિજ તાપી નદી પર નિર્માણ થયો છે તેનું લોકાર્પણ કર્યું હતું. સુરતના પાલથી ઉમરા જવા માટે અગાઉ છ કિલોમીટર ફરીને જવું પડતું હતું પરંતુ હવે આ બ્રિજ બનતા લોકોને રાહત થશે. આ બ્રિજ તૈયાર થઈ ગયો છે અને બ્રિજ ખુલ્લો મુકાતાં જ પાલ અને ઉમરા વિસ્તારના લોકોને પરિવહનના સરળતા રહેશે.

Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો

      

આ પણ વાંચવા જેવું...   SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી

Author : Gujaratenews