ઉજ્જૈન મહાકાલ, સોમનાથ મહાદેવ અને કષ્ટભંજનનાં શિર પર બિરાજે છે રાજકોટની પાઘડી

05-Jul-2021

રાજકોટની આકર્ષક પાઘડીની દેશ-વિદેશમાં બોલબાલા છે. સોમનાથ મહાદેવ, ઉજ્જૈનના મહાકાલ અને સારંગપુરના કષ્ટભંજન ભગવાનના શિર પર રાજકોટની પાઘડી બિરાજે છે. ઉલ્લેખનીય છે કે,મંદિરોમાં થતા ભગવાનના શણગાર હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.ઉજ્જૈનના મહાકાલ અને સારંગપુરના કષ્ટભંજન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં થતા ભગવાનના શણગાર હંમેશા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, ત્યારે આપને જાણીને નવાઇ લાગશે કે આ મંદિરોમાં ભગવાનના શિર પર બિરાજે છે રાજકોટની પાઘડી.રાજકોટના અંકુર વાઢેર 10 ઇંચથી લઇને 90 ઇંચ સુધીની પાઘડીઓ તૈયાર કરે છે. અંકુરભાઇ તેમની આ સિધ્ધિનો શ્રેય તેની પત્નીને આપે છે. દેખાવમાં ખુબ જ આકર્ષક લાગતી આ પાઘડીની દેશ-વિદેશમાં બોલબોલા છે.

Author : Gujaratenews