સોમવારથી તમામ સરકારી-ખાનગી કચેરીઓ 100 ટકા હાજરી સાથે ધમધમશે

04-Jun-2021

રાજ્ય સરકારની બધી જ કચેરીઓ સોમવાર 7 જૂનથી 100 ટકા કર્મચારીની ક્ષમતા સાથે ચાલુ રહેશે. સરકારી અને ખાનગી ક્ષેત્રની કચેરીઓમાં કર્મચારીઓની હાજરી 50 ટકા જ રાખવાની જાહેરાત સરકારે કરી હતી. પરંતુ કોરોનાની બીજી લહેર હવે નિયંત્રણમાં આવી જતા, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, આગામી સોમવારને સાત જૂનથી સરકારી અને ખાનગી ક્ષેત્રની કચેરીઓમાં કર્મચારીની હાજરી 100 ટકા સુધી રાખવા મંજૂરી આપી છે.ગુજરાતમાં હવે કોરોના સંક્રમણના કેસ ઘટતા રાજય સરકારે તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી 100 ટકા નિશ્ચિત કરવાની જાહેરાત કરી છે. 7 તારીખથી તમામ સરકારી-ખાનગી કચેરીઓ 100 ટકા હાજરી સાથે ધમધમશે. રાજયમાં કોરોનાની બીજી લહેર અને નાઈટ કર્ફયુ સહિતના નિયંત્રણો લદાતા તેની સાથે સંક્રમણને રોકવા માટે તમામ સરકારી કર્મચારીઓમાં રોટેશન મુજબ 50 ટકા સ્ટાફને હાજરી આપવાની છૂટ જારી કરી હતી.

પ્રથમ શનીવારે પણ તમામ કચેરીઓ ચાલું જ રહેશે અને અગાઉની જેમ બીજા અને ચોથા શનીવારે જ સરકારી કચેરીઓ બંધ રહેશે. આ રાજયના સચીવાલય સહિતની તમામ સરકારી કચેરીઓને આ આદેશ આપી દેવામાં આવ્યા છે.

Author : Gujaratenews