અમેરિકા નહીં પરંતુ સૌથી પહેલા ભારતમાં લોન્ચ થશે 90 % અસરકારક આ વેક્સિન!

15-Jun-2021

નોવાવેક્સનું નામ ભારતમાં 'કોવાવેક્સ' રાખવામાં આવશે. હાલમાં SII આ રસીનું 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પર પરીક્ષણ કરી રહી છે. SII આ વેક્સિનનું પરીક્ષણ બાળકો પર પણ કરવા માંગે છે.ભારત અને વિશ્વમાં કોરોના સામે લડવા માટે વેક્સિનેશન કાર્યક્રમો ચાલી રહ્યા છે. આવામાં ટ્રાયલમાં 90.4% કાર્યક્ષમ હોવા છતાં અમેરિકામાં નોવાવેક્સને મંજુરી મળવી મુશ્કેલ છે. ત્યાંના નિયમો ઘરેલું જરૂરિયાત પૂરી થયા પછી કોઈ અન્ય વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટેની મંજૂરી આપતા અટકાવે છે. આવામાં આ વેક્સિન ભારતમાં ઉપલબ્ધ થઇ શકે એમ છે. કેમ કે કોવિશિલ્ડનું ઉત્પાદાન કરી રહેલી સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા (SII) નોવાવેક્સની મેન્યુફેક્ચરિંગ પાર્ટનર બનશે.

Author : Gujaratenews