નીરજ ચોપરાએ ભારતને એથ્લેટિક્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો, PM મોદીએ વીડિયો કોલમાં કહ્યું- પાણીપતે પાણી બતાવ્યું
07-Aug-2021
121 વર્ષનો ઇન્તેઝાર ખતમ:નીરજ ચોપરાએ ભારતને એથ્લેટિક્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો, PM મોદીએ વીડિયો કોલમાં કહ્યું- પાણીપતે પાણી બતાવ્યું
ટોક્યો2 કલાક પહેલા
87.58 મીટર થ્રો સાથે નીરજ ગોલ્ડન બોય બન્યો
ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયાએ 7 મેડલ જીત્યા, 1 ગોલ્ડ - 2 સિલ્વર - 4 બ્રોન્ઝ
2012મા ઈન્ડિયાએ લંડન ઓલિમ્પિકમાં 4 બ્રોન્ઝ અને 2 સિલ્વર સાથે કુલ 6 મેડલ જીતેલા
ભારતની એથ્લેટિક્સમાં મેડલ જીતવાની 121 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. નીરજે ફાઇનલમાં 87.58 મીટરનો થ્રો ફેંકી સીધું ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજની પ્રથમ પ્રતિક્રિયા એ હતી કે આ મારા માટે અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. એવામાં ભારત માટે ટોક્યો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીતનાર નીરજને વડાપ્રધાન મોદીએ વીડિયો કોલ કરી શુભેચ્છા પાઠવી હતી. PMએ કહ્યું કે પાણીપતે પાણી બતાવ્યું, ટોક્યો ઓલિમ્પિક પહેલા આપણી વાતચીત દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર હતા. મને એ સમયે જ તમારા ચહેરા પર 'ગોલ્ડનું તેજ' જોવા મળ્યું હતું. ઓલિમ્પિક ઇવેન્ટના અંતિમ તબક્કામાં તમે દેશનું નામ રોશન કર્યું છે. સમગ્ર દેશને તમારા પર ગર્વ છે.
નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
બીજા થ્રોમાં એણે 87.58 મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલમાં પ્રબળ દાવેદારી નોંધાવી દીધી હતી. આ ક્વોલિફાઈંગ રાઉન્ડના થ્રો 86.65 મીટર કરતા પણ વધુ છે.
ત્રીજા પ્રયાસમાં નીરજે 76.79 મીટર દૂર થ્રો ફેંક્યો છે. નીરજે પોતાના ચોથા અને પાંચમા પ્રયાસમાં ફાઉલ થ્રો કર્યો હતો.
છઠ્ઠા પ્રયાસમાં નીરજ ચોપરાએ 84.24 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
86.67 મીટરનાં થ્રો સાથે ચેકનો જાકુબ વેદલેચ બીજા નંબર પર રહ્યો હતો.
85.44 મીટરનાં થ્રો સાથે ચેકનો વિતેસ્લાવ વેસેલી ત્રીજા નંબર પર રહ્યો હતો.
ગુજરાતનાં CM રૂપાણીએ નીરજને શુભેચ્છા પાઠવી
ટોક્યો ખાતે ચાલી રહેલા ઓલિમ્પિકની એથ્લેટિક્સમાં ભાલા ફેંક રમતમાં ભારતને સૌ પ્રથમ ગોલ્ડ અપાવનાર નીરજ ચોપડાને ગુજરાતના CM વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે. CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સને વિશેષ મહત્વ આપી એથલીટ્સને તેમની પ્રતિભા ઉજાગર કરી શકે તેવુ પ્રોત્સાહક વાતાવરણ આપ્યું છે. વળી આના કારણે જ વૈશ્વિક એથ્લેટિક્સમાં દેશના રમતવીરો સારૂ પ્રદર્શન કરી રહ્યા હોવાની વાત પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેરી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024