હાર્દિક પટેલના ખાસ ગણાતા નિખિલ સવાણી આ પાર્ટીમાં જોડાયા, સત્તાવાર જાહેરાત

19-Jul-2021

Surat : હાર્દિક પટેલના ખાસ ગણાતા નિખીલ સવાણીએ પણ ઝાડું પકડ્યું છે. તેવો વિધીવત રીતે આમ આદમી પાર્ટીમા જોડાયાના સમાચાર મળ્યા છે. આજરોજ AAP પ્રદેશ પ્રભારી  ગુલાબસિંહ યાદવ,  ઇસુદાન ગઢવી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની ઉપસ્થિતીમાં ગુજરાતના યુવાનેતા અને લડવૈયા નિખિલ સવાણી આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ તેમનું સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસ પ્રદેશ (Congress) સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel) ના સૌથી નજીક ગણાતા અને યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ નિખિલ સવાણીએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું( Nikhil Savani resigns) તાજેતરમાં જ આપ્યું હતું. નિખિલ સવાણીએ (Nikhil Savani) કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આરોપ લગાવતા અગાઉ કહ્યું હતુ કે બે દિવસ પહેલા જે કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓ હાજરીમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ હતી. આ ઘટના પૂર્વ તૈયારીઓ સાથે કરવામાં આવી હતી અને આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ અગાઉ પાર્ટીમાંથી બે વખત સસ્પેન્ડ પણ થઇ ચૂક્યા છે. તેમની સાથે રહેલા અન્ય લોકો એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસને પોતાના બાપ-દાદાની પેઢી સમજી એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસની અંદર નવા જોડાતા યુવાનોને કોઈને કોઈ રીતે માનસિક ટોર્ચર અને અપમાનિત કરી કેવી રીતે પાર્ટી તોડે તેવા આયોજનો કરતા રહે છે. છતાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આંખ આડા કાન કરીને તેમના પર આજદિન સુધી કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી નથી કરી.

Author : Gujaratenews