સાઉથમ્પ્ટન :ન્યૂઝીલેન્ડે વરસાદના કારણે રિઝર્વ-ડે સુધી ખેંચાયેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલામાં ભારતને આઠ વિકેટે હરાવીને વિરાટ કોહલીની ટીમ તથા કરોડો ભારતીય સમર્થકોનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર કરી દીધું હતું. ભારતે બીજા દાવના આધારે ન્યૂઝીલેન્ડને ૧૩૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને કિવિ ટીમે ૪૫.૫ ઓવરમાં બે વિકેટના ભોગે ૧૪૦ રન બનાવીને હાંસલ કરી લીધો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ટીમ બની ગઇ હતી. ભારતીય સુકાની વિરાટ કોહલી વધુ એક વખત આઇ સીસીની મેજર ટ્રોફી પોતાના નામે કરવાથી વંચિત રહ્યો હતો. કિવિ પેસ બોલર જેમીસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતનો બીજો દાવ ૧૭૦ રનમાં સમેટાયો હતો. આસાન લક્ષ્યાંક સામે મેદાને પડેલી કિવિ ટીમના બંને ઓપનર ટોમ લાથામ (૯) અને ડેવોન કોનવેને (૧૯) અશ્વિને આઉટ કર્યા હતા. ત્યારબાદ સુકાની વિલિયમ્સન તથા ટેલરે ત્રીજી વિકેટ માટે ૯૬ રનની મેચવિનિંગ ભાગીદારી નોંધાવીને ટીમને વિજય અપાવી દીધો હતો. વિલિયમ્સને ૮૯ બોલમાં ૫૨ તથા ટેલરે ૧૦૦ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા. આ પહેલાં ભારતના બીજા દાવમાં રિષભ પંતના ૪૧ તથા ઓપનર રોહિત શર્માના ૩૦ રન મુખ્ય રહ્યા હતા. સાઉથીએ ચાર તથા બાઉલ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી. રિષભ પંતે ૨૦૧૯ના વર્લ્ડ કપની યાદ તાજી કરાવી ટીમ માટે ક્રિઝ ઉપર ઉભા રહેવાની પંતે જરૂર હતી ત્યારે તેણે બિનજવાબદાર ફટકો રમીને વિકેટ ફેંકી દીધી હતી. તેના આ ફટકાએ ક્રિકેટ સમર્થકોને ૨૦૧૯ના વર્લ્ડ કપની સેમિફાઇનલની યાદ તાજી કરાવી હતી. પ્રથમ દાવમાં પણ તે આઉટ સાઇડ ઓફ સ્ટમ્પના બોલને કવર ડ્રાઇવ રમવાના પ્રયાસમાં આઉટ થયો હતો. પ્રથમ દાવની ભૂલથી પાઠ શીખવાના બદલે પંતે બાઉલ્ટના બોલને આગળ વધીને રમવાના પ્રયાસમાં નિકોલ્સને કેચ આપી બેઠો હતો. તેની આ આદત ભારતને ભારે પડી રહી છે.
ક્રિકેટ ફેન્સ આ મુકાબલાની આતુરતાથી રાહ જોતા હતા પરંતુ વરસાદે રોમાંચ ખરાબ કરી નાંખ્યો છે. સાઉથેમ્પ્ટનમાં હવામાનને જોતાં આઈસીસીએ રિઝર્વ ડે (23 જૂન) રાખ્યો છે.
ICC World Test
Last updated:
22/06/2021 23:16:56
રોહિત શર્મા 30 રન બનાવી આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 30 રન બનાવી આઉટ થયો છે. હાલ ભારતે 27 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 51 બનાવ્યા છે. કોહલી અને પૂજારા રમતમાં છે.
22/06/2021 22:50:36
21.1 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 40-1
21.1 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 40-1 છે. રોહિત શર્મા 23 અને પુજારા 8 રન બનાવી રમતમાં છે. ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 32 રનને લીડ આપી હતી જે ભારતે પાર કરી છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ઓલઆઉટ
ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમે 32 રનની લીડ મેળવી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને સૌથી વધુ 49 રન બનાવ્યા. આ સિવાય નિચલા ક્રમમાં ટીમ સાઉથી 30 અને જેમીસને 21 રનનું યોગદાન આપ્યું, ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઈશાંત શર્માએ 3 અને અશ્વિને 2 વિકેટ ઝડપી. જાડેજાને એક વિકેટ મળી.
22/06/2021 19:44:05
શમીએ ભારતને વધુ એક સફળતા અપાવી
ન્યૂઝીલેન્ડે છઠ્ઠી વિકેટ ગુમાવી છે. મોહમ્મદ શમીએ ભારતને વધુ એક સફળતા અપાવી છે. તેણે કૉલિન ડી ગ્રેંડહોમને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો છે. તે 13 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.
ઈશાંત શર્માએ હેનરી નિકોલસને આઉટ કર્યો
134 રનના સ્કોર પર ન્યૂઝીલેન્ડની ચોથી વિકેટ પડી છે. ઈશાંત શર્માએ હેનરી નિકોલસને આઉટ કર્યો છે. તે સાત રનના સ્કોર પર સ્લિપમાં કેચ આઉટ થયો છે. કીવી ટીમ હાલ પણ ભારતથી 83 રન પાછળ છે.
22/06/2021 17:49:11
ટીમ ઈન્ડિયાને વિકેટની જરૂર
69 ઓવરના અંતે ન્યૂઝિલેન્ડનો સ્કોર 134 રન પર 3 વિકેટ છે. હેનરી નિકોલસ 7 રને અને વિલિયમસન 19 રને રમતમાં છે. ન્યૂઝિલેન્ડ ભારતથી 83 રન પાછળ છે અને 7 વિકેટ હાથમાં છે.
22/06/2021 17:36:59
ભારતથી 89 રન પાછળ
67 ઓવરના અંતે ન્યૂઝિલેન્ડનો સ્કોર 128 રન પર 3 વિકેટ છે. હેનરી નિકોલસ 6 રને અને વિલિયમસન 15 રને રમતમાં છે. ન્યૂઝિલેન્ડ ભારતથી 89 રન પાછળ છે અને 7 વિકેટ હાથમાં છે.
ળતા
64મી ઓવરના પ્રથમ બોલ પર રોસ ટેલર શમીના બોલ પર શોટ ફટકારવાના પ્રયાસમાં ગિલના હાથે કેચ આઉટ થયો હતો. ટેલક 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
22/06/2021 17:07:43
પ્રથમ એક કલાકમાં ભારતને ન મળી વિકેટ
આજના દિવસે પ્રથમ એક કલાકની રમત દરમિયાન ભારતીય બોલર્સ એકપણ વિકેટ લઈ શક્યા નથી. 62 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 117 રન છે. વિલિયમસન 14 અને ટેલર 11 રને રમતમાં છે. ન્યૂઝિલેન્ડ ભારતની 100 રન પાછળ છે.
22/06/2021 16:57:15
ન્યૂઝિલેન્ડ 100 રન પાછળ
રોસ ટેલર અને કેન વિલિયમસને ધીમી પણ મક્કમ શરૂઆત કરી છે. 60 ઓવરના તે ન્યૂઝિલેન્ડરનો સ્કોર 117 રન છે. વિલિયમસન 14 અને ટેલર 11 રને રમતમાં છે. કિવી ટીમ ભારતના સ્કોરથી 100 રન જ પાછળ છે. હાલ ભારતને વિકેટની ખાસ જરૂર છે.
22/06/2021 16:42:20
ભારતીય બોલર્સની ચુસ્ત શરૂઆત
આજે સવારથી ભારતીય બોલર્સ ચુસ્ત બોલિંગ કરી રહ્યા છે. ન્યૂઝિલેન્ડના દિગ્ગજ બેટ્સમેનો ઈશાંત, બુમરાહ અને શમીના આક્રમણ સામે છૂટથી રન બનાવી શકતા નથી. કેન વિલિયમસન 13 અને ટેલર 7 રને રમતમાં છે. ન્યૂઝિલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 112 રન છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024