નવસારી-વલસાડમાં સર્વત્ર અડધાથી ત્રણ ઈંચ વરસાદ

19-Jun-2021

નવસારી:નવસારી વિજલપોર શહેર સહિત સમગ્ર જિલ્લામા બીજા દિવસે મેઘરાજાએ મહેર કરી હતી. નવસારી અને વિજલપોરમાં સવારે 8-00 થી 10 બે ક્લાકમાં જ બે ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. સ્ટેશનથી વિજલપોર-જલાલપોરનો રોડ હોય કે સ્ટેશનથી સયાજી રોજ સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેણે પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી. ભારે વરસાદના કારણે બે કલાક સુધી લોકો ભારે મુશ્કેલીમા મુકાયા હોવા છતા પાલિકાના અધિકારીઓ કે રાજકારણીઓ કોઇ માર્ગો પર નજરે ચઢતુ ન હતુ. અને તેમણે ઓફિસો કે ઘરોમાં જ બેસી રહેવાનુ મુનાસિબ માન્યુ હોય તેમ લોકોને રામભરોસે છોડી દીધા હતા. નવસારી જિલ્લામાં આજરોજ સવારે છ કલાક સુધીના 24 કલાકમાં સૌથી વધુ વ૨સાદ ગણદેવી તાલુકામાં ખાબક્યો હતો. જ્યાં કુલ 5.68 ઈંચ ઘેરાયા વરસાદ નોધાયો હતો. તો ખેરગામ કલાકમાં 69મીમી, ચીખલી-31મીમી,જલાલપોર-73મીમી, નવસારી- 74મીમી, તથા વાંસદા-13 મીમી કલાક વરસાદ નોધાયો હતો.

Author : Gujaratenews