મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા ગં.સ્વ. બહેનોના અભ્યાસ કરતા બાળકોને નોટબુક, પેન પેન્સિલોનું આજે વિનામૂલ્યે વિતરણ

01-Jul-2021

Surat :મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ- સુરત દ્વારા આયોજીત ગ.સ્વ. બહેનોના અભ્યાસ કરતા બાળકો ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓ માટે નોટબુક, પેન્સિલ અને પેનનું જોયન્સ ઈંગ્લીશ સ્કૂલ, વરાછા મેઈન રોડ ખાતે તાજેતરમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 13800 નોટબુકો, 2500 પેન્સિલો અને 7200 બોલપેનનું વિતરણ કરાયું હતું. વધુમાં સંસ્થાનાં પ્રમુખ રાકેશભાઈ દાઢી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગં.સ્વ. બહેનોના અભ્યાસ કરતા કોલેજનાં વિદ્યાર્થીઓ માટે નોટબુકનું વિનામૂલ્યે આગામી વિતરણ તા. 1 જુલાઇ ગુરુવારનાં રોજ 4:00 થી 6:30 સુધી સરસ્વતી વિદ્યા સંકુલ, યોગીચોક ખાતે કરવામાં આવશે જેમાં પિતાના મરણના દાખલા ની ઝેરોક્ષ, વિદ્યાર્થીનું સ્કૂલ આઈ ડી ની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે, 30 જૂન પહેલા 8866292324, 9712942324 નંબર પર સવારે 9 થી સાંજે 7 દરમિયાન નામ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

  • નોટબુક વિતરણ સ્થળ અને સમય
  • સરસ્વતી વિધા સંકુલ, મોર્ડન સંકુલ (SVS) યોગીનગર,યોગીચોક, સીમાડારોડ.સુરત
  • તા. ૦૧-૦૭-૨૦૨૧,ગુરૂવાર
Author : Gujaratenews