પ્રેમિકાની સામે જ પ્રેમીની હત્યા, પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો, ઘરના બારણા આગળ જ ચિતા બાળી, સાંભળી જોઈ હલી જશો

26-Jul-2021

નવી દિલ્હી: બિહાર (Bihar) ના મુઝફ્ફરપુરમાં પ્રેમ કરવાની એવી ખૌફનાક સજા મળી કે જાણશો તો પગ તળેથી જમીન સરકી જશે. રૂવાડાં ઊભા થઈ જશે. એક યુવકની તેની પ્રેમિકાની સામે જ ઢોર માર મારીને હત્યા કરી નાખવામાં આવી. એટલું જ નહીં તેનો પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાખવામાં આવ્યો. પ્રેમિકાના પરિજનોએ યુવકને બોલાવ્યો અને તેની નિર્દયતાથી હત્યા કરી નાખી. મૃતક યુવકના પરિજનો પણ આ મામલે એટલા ક્રોધે ભરાયા કે તેઓ ગ્રામીણો સાથે મૃતકના મૃતદેહને લઈને તેની પ્રેમિકના ઘરે પહોંચી ગયા અને ત્યાં જ તેની ચિતા સળગાવી.

આ ઘટના મુઝફ્ફરપુર જિલ્લાના કાંટી પોલીસ મથક હતના સોનબરસા ગામની છે. મૃતકની ઓળખ રેપુરા રામપુર શાહ ગામના રહીશ મનીષ ઠાકુરના 18 વર્ષના પુત્ર સૌરભ રાજ તરીકે થઈ. 

એક વર્ષથી ચાલતો હતો રોમાન્સ

મળતી માહિતી મુજબ રેપુરાના રહીશ મનીષકુમારના પુત્ર સૌરભનો સોનવર્ષા ગામની એક છોકરી સાથે પ્રેમ સંબંધ છેલ્લા એક વર્ષથી ચાલતો હતો. આ સંબંધ યુવતીના ઘરવાળાને મંજૂર નહતો. થોડા સમય પહેલા પણ યુવતીના પરિજનોએ સૌરભની પીટાઈ કરી હતી અને પંચાયત પણ બોલાવી હતી. આ જ કારણે સૌરભના પિતાએ તેને બહાર મોકલી દીધો હતો. પરંતુ તેની બહેનના લગ્નમાં તે ઘરે આવ્યો હતો. શુક્રવારે સાંજે સૌરભ અચાનક યુવતીને મળવા માટે પહોંચી ગયો. આ વાત પર યુવતીના પરિજનો કાળઝાળ થઈ ગયા. યુવતીના પરિજનોએ લાકડી ડંડા અને રોડથી સૌરભની ખુબ પીટાઈ કરી જેના કારણે તે બેહોશ થઈ ગયો. ત્યારબાદ આરોપીઓએ સૌરભનો પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાખ્યો અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવીને ભાગી ગયા. 

બહેનના લગ્ન પર આવ્યો હતો મૃતક

આ બાજુ યુવકના મૃત્યુની જાણકારી મળતા જ મૃતક સૌરભના ગામમાં માતમ છવાઈ ગયો છે. આ મામલે મૃતકના પરિજનો દ્વારા પાડોશના ગામ સોનવર્ષાના કેટલાક લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ છે. હત્યાની આ ઘટના બાદ મૃતકના પરિજનો આઘાતમાં છે. કહેવાય છે કે મૃતક સૌરભ રાજ ઓડિશામાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. આ મહિને તે પહેલી જુલાઈએ બહેનના લગ્નમાં સામેલ થવા માટે રજા લઈ ઘરે આવ્યો હતો. ઘર સામે જ કર્યા અંતિમ સંસ્કાર

આ ઘટના શનિવારે સામે આવી. યુવકના મોતની ખબરથી આરોપીઓ ગભરાઈ ગયા અને પરિવાર સાથે ઘર છોડીને ભાગી ગયા. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ગ્રામીણોએ આરોપીના ઘરના દરવાજે જ મૃતકના દાહ સંસ્કાર કરી નાખ્યા. આ મામલે જાણકારી મળતા જ પોલીસ તપાસમાં લાગી છે. વિસ્તારમાં ભારે તણાવનો માહોલ જોતા પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવાયા છે. 

 

Author : Gujaratenews