Tauktae #windy #Cyclone #CycloneHitIndia #gujarateNewsCyclone Tauktae Tracker
અરબી સમુદ્રમાં મુંબઈ પાસેથી પસાર થઈને ગુજરાત તરફ જઈ રહેલા તાઉ તે વાવાઝોડાએ, મુંબઈમાં પણ તાંડવ મચાવ્યો છે. મુંબઈ શહેરમાં તોફાની પવન ફુકાવાની સાથે જ, ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુંબઈનું રોજીદુ જનજીવન ભારે પ્રભાવિત થવા સાથે અસ્તવ્યસ્થ થઈ ગયુ છે. મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના કારણે છ લોકોને ઈજા પહોચી છે.
મુંબઈ એરપોર્ટ પર બપોરે 4 વાગ્યા સુધી flight operations સ્થગિત કરવામાં આવી છે. Bandra, worli sea link, malad subway પર વાહનોની અવર-જવર બંધ કરી દેવાઈ છે. તાઉતેના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગ દ્વારા દરિયામાં 4 મીટર ઉંચા મોજા ની ચેતવણી દેવામાં આવી છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઝાડ પડવાના બનાવો, ઠેક-ઠેકાણે પાણી ભરાવાના અહેવાલો છે અને ટ્રાફિક પ્રભાવિત થયો છે. મુંબઈ શહેર અને તેના આજુબાજુના લગભગ 50 અલગ અલગ ઠેકાણે વૃક્ષોં પડવાના બનાવ બન્યા છે. જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થવાના એહવાલ છે.
મુંબઈમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ હાલ મુંબઈમાં 120 કિમી.ની ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે અને સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ગ્રાંટ રોડ, હિંદમાતા, પેડર રોડ, દાદાર, સાયન, અંધેરી અને થાણેના કેટલાક વિસ્તારોમાં ઘુંટણ સુધી પાણી ભરાઈ ગયા છે.
હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘરમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, રાયગઢ માં રેડ એલર્ટ. કોંકણમાં થયું ભારે નુકસાન
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 12500 થી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરાયા છે. બીકેસી સેન્ટરના દર્દીઓ ને પણ ખસેડવામાં આવ્યા છે. Cabinet minister નવાબ મલિકે આપી માહિતી પ્રમાણે 193 દર્દીઓને મ્યુનિસિપલ હોસ્પિટલમાં ખસેડાયા છે અને આઈસીયુના 73 દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તોફાનની પૃષ્ઠભૂમિ પર મુખ્યપ્રધાને ઉદ્ધવ ઠાકરેએ એક તાકીદની બેઠક બોલાવી છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024