સુરતની બે સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના 44 દર્દીઓ દાખલ, દર્દીઓ માટે ખાસ અલાયદો વોર્ડ કરાયો શરૂ

13-May-2021

સુરત : નવી સિવિલમાં મ્યુકર માઈકોસિસના કુલ 25 જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 19 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જે પૈકી આજરોજ ત્રણ દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. જેના માટે સિવિલ અલાયદો વોર્ડ જ શરૂ કરી વ્યવસ્થા ઉભી કરાઈ છે.

સુરત શહેરમાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસ નામની નવી ગંભીર બીમારીએ માથું છે..દર્દીઓની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો. સુરત સિવિલ હોસ્પિટલમાં 40 બેડની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ રોગથી પીડાતા દર્દીઓની સારવાર માટે નિષ્ણાંતોની ટીમ પણ તૈયાર કરાઈ છે.કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા બાદ હવે મ્યુકર માઈકોસિસ નામની નવી ગંભીર બિમારીમાં સપડાઈ રહ્યાં છે. સુરતમાં વધી રહેલા મ્યુકર માઈકોસિસનાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ તંત્ર દ્વારા સિવિલમાં જૂની બિલ્ડીંગ, ઈ.એન.ટી.વિભાગ ખાતે જે-૩ વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

Author : Gujaratenews