મોટા વરાછા દુખિયાના દરબાર રોડ પર ફરી લૂંટની કોશિશ

07-Jun-2021

પ્રતિકાત્મક તસવીર. 

સુરત: સ્માર્ટ સિટીમાં રાત્રે લોકોને સ્ટ્રીટ લાઇટ ન હોવાથી જીવ જોખમે વેલંજા-ઉમરા જવું પડે છે. મોટા વરાછા દુઃખિયાના દરબાર રોડ પર રાત્રિ દરમિયાન (૧૨ થી ૫) મુસાફરી કરનાર જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે, શક્ય હોય તો આવી મુસાફરી ટાળવા અપીલ જાગૃત નાગરિકોએ કરી છે. તા. ૨ જૂન રાત્રે ૨.૩૦થી ૩.૦૦ વચ્ચે આ રોડ પર એક બનાવ બન્યો હતો. સૌરાષ્ટ્રથી સુરત આવ્યા બાદ મોટા વરાછા ખાતે સ્નેહમુદ્રા રો-હાઉસમા ઘરે જતા યુવક તથા નાનાભાઈને લૂંટ કરતી ટોળકીએ આ રસ્તા પર (રામાપીર મંદિર નજીક નર્સરી પાસે) આંતરીને લૂંટની કોશિશ કરી હતી. ફોર વ્હીલર હોવાથી હેમખેમ નિકળી ગયા પરંતુ સામાન્ય ‌ટુ વ્હીલર ચાલક હોત તો ચોક્કસ લૂંટી લેવાયો હોત. બનાવ બાદ પોલીસની પીસીઆરને કોઇ મળ્યુ નથી. બનાવની પોલીસ કંટ્રોલમાં 100 નંબર પર જાણ કરી હતી. 

છેલ્લા ૨૦ દિવસમાં ઓછામાં ઓછાં ૫ બનાવ રેકર્ડ પર આવેલ છે. આ વાતની આપણને સૌથી વધુ જાણકારી સ્થાનિક ખેતરમાં કામ કરતાં લોકો જ આપી શકે છે.

Author : Gujaratenews