મોટા વરાછામાં પોલીસે ક્રિકેટ રમતા લોકોને મોજ કરાવી, વીડિયો વાઇરલ

10-May-2021

સુરત : સુરતના મોટા વરાછા પાવરહાઉસ પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોલીસ આવતા લોકોને ભાગવું પડ્યું હતું. પોલીસ ગાડીમાંથી ઉતરતા કેટલાક સાથે જોયા જેવી થઈ હતી.

મોટા વરાછામાં ક્રિકેટ રમતા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીને ટોળામાં હતા. એકાએક પોલીસની પીસીઆર આવતા તમામના જીવ અધ્ધર થઈ ગયા હતા. એક સાથે લોકો વાહનોમાં આવતા ધૂળના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. તો લોકોએ પણ ઠેકડી ઉડાવી હતી.

Author : Gujaratenews