વિચિત્ર કિસ્સો: પત્નીએ બીજે લગ્ન કરતા સાળાના ઘરે જઇ યુવકે સાળાની પત્નીને કહ્યું હું તમારી સાથે...

06-Jun-2021

Surat: શહેરમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ તેનાં સાળાની પત્નીની છેડતી કરી છે. પોલીસે આ કેસમાં આરોપી સામે ગુનો દાખલ કરીને વધારે તપાસ આદરી છે. જો કે આ કેસ ખુબ જ વિચિત્ર છે. ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર આરોપી યુવક વર્ષ પહેલા લગ્ન બાદ તેની પત્નીને છોડીને ગુમ થઇ ગયો હતો. ત્યાર બાદ પરિણીતાએ બીજા લગ્ન કરી લીધા હતા.વર્ષો બાદ પતિ તેની પત્નીની શોધમાં નિકળ્યો હતો. દરમિયાન તેણે સાળાના ઘરે જઇને તપાસ આદરી હતી. પત્નીની કોઇ માહિતી ન મળતા પતિએ સાળીની પત્નીનો હાથ પકડીને છેડતી કરી હતી.સુરતમાં એક યુવાન લગ્ન બાદ પત્નીને છોડીને ગુમ થઇ ગયો હતો. જો કે યુવક પત્નીએ બીજા લગ્ન કરી લીધા બાદ અચાનક સામે આવ્યો હતો. પોતાની પત્નીની પુછપરછ કરવા માટે તે અવાર નવાર તે સાળાના ઘરે જતો રહેતો હતો. વરાછા ખાતે તે સાળાના ઘરે વારંવાર જઇને પત્નીની પુછપરછ કરતો રહેતો હતો. 

 

 

પતિ છોડીને જતો રહેતા પરિવાર સતત ચિંતામાં રહેતો હતો. પત્નીની શોધમાં યુવક મોટા વરાછા ખાતે રહેતા તેના સાળાના ઘરે પહોંચી ગયો હતો. અહીં તે અવાર નવાર જતો હતો. પત્ની વિશે પુછપરછ કરતો હતો. ત્યાંથી કોઇ જવાબ ન મળતા રઘવાયેલા યુવકે સાળાની પત્નીનો હાથ પકડીને તેનો હાથ પકડી લીધો હતો અને છેડતી શરૂ કરી હતી. આ મુદ્દે પરિવારે પોલીસને જાણ કરી હતી. આ અંગે ગુનો દાખલ થયો હતો. 

 

Author : Gujaratenews