- બંગાળ ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી મોટી જીત તરફ
- 200થી વધુ બેઠકો મેળવી મોટી અને ઐતિહાસિક જીત મેળવશે
- ચૂંટણી ટ્રેન્ડ્સમાં સવારથી જ ટીએમસીએ ભાજપ ઉપર લીડ મેળવી હતી
પીએમ મોદીએ મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત બદલ અભિનંદન આપ્યા હતા.આ રોગચાળા દરમિયાન, કેન્દ્ર સરકાર બંગાળના લોકોના કલ્યાણ માટે તમામ શક્ય મદદ પૂરી પાડશે. તેમણે કહ્યું કે હું બંગાળના ભાઈ-બહેનોનો આભાર માનું છું કે તેઓએ અમારી પાર્ટીને આ પ્રકારની જીત અપાવી, ભાજપ બંગાળની પ્રજાની સેવા કરવાનું ચાલુ રાખશે.
બંગાળની એ વિધાનસભાની સીટ કે જ્યાં આખા દેશની નજર હતી, તે નંદીગ્રામમાં સીએમ મમતા બેનરજી અને ભાજપના સ્થાનીય હેવીવેઈટ ઉમેદવાર તેમજ એકવાર મમતા રાઇટ હેન્ડ ગણાતા શુભેન્દુ અધિકારીની વચ્ચે રસાકસીની લડાઈ જામી હતી, કાંટે કી ટક્કર કહી શકાય તેવા મુકાબલામાં મમતા બેનરજી હારી ગયા છે, અને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી જીતી ગયા છે,એવો ભાજપનો દાવો છે, મમતા બેનરજીએ જો કે આ પરિણામને સ્વીકાર્યું પણસાથે જ અદાલત જવાની વાત પણ કરી છે.
પશ્ચિમ બંગાળ સહિત 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આવી રહ્યા છે. વલણો અનુસાર, બંગાળમાં ટીએમસીને બહુમતી મળી છે. પરંતુ મમતા બેનર્જીને નંદિગ્રામ સીટ પર હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના સુવેન્દુ અધિકારીએ મમતાને 1500થી વધુ મતોના અંતરથી હરાવી દીધી છે.
આવ્યો છે.
શું થયું ?
મતોની ગણતરી દરમિયાન નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીઓ વચ્ચે નિકટની લડત ચાલી હતી. મતગણતરી દરમિયાન, કેટલીકવાર બેનર્જી આગળ હતા તો કયારેક અધિકારી, પરંતુ મતગણતરીના અંતિમ રાઉન્ડમાં પાસા પલટાયા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન આગળ હતા. મમતાની જીતની ઘોષણા થઈ હતી પરંતુ શુભેન્દુએ તેનો વાંધો નોંધાવ્યો હતો, ત્યારબાદ મમતાને નંદીગ્રામ સીટ પર ફરીથી મતગણતરીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, એક માહિતી પ્રમાણે મમતા બેનરજીએ જોકે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણયને હું સ્વીકારી રહી છું, પણ સાથે જ તેમણે અદાલત જવાની વાત પણ કહી હતી. કારણ કે સૌથી પહેલા ANIએ એવી મમતાની જીતની માહિતી આપી હતી, પણ પછીથી શુભેન્દુની જીતના સમાચાર આવ્યા હતા. પછી મમતા દીદીની પાર્ટીએ ફેરગણતરીની વાત પણ કરી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024