નવી દિલ્હી: પીએમએ સોમવારે સાંજે દેશનેે સંબોધન કરતા જણાવ્યું હતું કે દિવાળી સુધી 80 કરોડ દેશવાસીઓને મફત રાશન અપાશે. ઉપરાંત 21 જૂનથી 18 વર્ષ ઉપરના તમામ લોકોને મફત વેક્સિન ઉપલબ્ધ થઇ જશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંજે 5 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. અગાઉ ટ્વીટ કરીને જાણકારી અપાઈ હતી.
આજે નિર્ણય લેવાયો છે કે રાજ્યોની પાસે 25 ટકાની જે જવાબદારી હતી. તે કેન્દ્ર સરકાર ઉઠાવશે. 21 જૂને વિશ્વ યોગ દિવસે 18 વર્ષથી ઉપરના નાગરિકો માટે મફત વેક્સિન ભારત સરકાર ઉપલબ્ધ કરાવશે. 75 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર જ ખર્ચ ઉઠાવશે અને રાજ્યને મફતમાં વેક્સિન અપાશે.
પીએમ મોદીએ કહ્યું 100 વર્ષની સૌથી મોટી મહામારી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના 100 વર્ષમાં સૌથી મોટી મહામારી છે. તેમણે કહ્યું કે ઘણા લોકોએ આ મહામારીને કાણે પોતાના નજીકના લોકોને ગુમાવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની લડાઈ ચાલુ છે. તેમણે કહ્યું આવી ત્રાસદી વિશ્વએ ક્યારેય નથી જોય.બીજી લહેર દરમિયાન એપ્રિલ અને મે મહીનામાં ભારતમાં મેડિકલ ઓક્સીજનની માંગ અકલ્પનીય રૂીતે વધી ગઈ હતી. ભારતના ઈતિહાસમાં ક્યારેય આટલા મોટી માત્રામાં મેડિકલ ઓક્સીજનની જરૂર ક્યારેય નથી પડી. આ જરુરીયાતને પૂરી કરવા માટે યુદ્ધસ્તર પર કામ કરવામાં આવ્યું. સરકારના તમામ તંત્રો લાગ્યા.
આજે સમગ્ર વિશ્વમાં વેક્સીનની જે માંગ છે, તેની તુલનામાં ઉત્પાદન કરનારા દેશ અને વેક્સીન બનાવનારી કંપનીઓ ખૂબ ઓછી છે. કલ્પના કરો કે હાલ આપણી પાસે ભારતમાં બનેલી વેક્સીન ન હોત તો આજે ભારત જેવા વિશાળ દેશમાં શું થાત. પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું કે તમે છેલ્લા 50-60 વર્ષની ઈતિહાસ જોઈ લો તો ખબર પડશે કે ભારતને વિદેશમાંથી વેક્સીન પ્રાપ્ત કરવામાં દાયકાઓ લાગી જતા હતા. વિદેશોમાં વેક્સીનનું કામ પૂર્ણ થઈ જતુ હતુ ત્યારે પણ આપણા દેશમાં વેક્સીનનું કામ શરુ નહોતું થઈ શકતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024