સુરતના ધારાસભ્ય એક મિનિટના ડોકટર બન્યાનો વીડિયો વાયરલ થયો ને સોશિયલ મીડિયામાં મજાક બન્યા
23-May-2021
ઘણીવાર પબ્લિસિટીના ચક્કરમાં લોકો શું કરી બેસે તે તેનું ભાન રહેતું નથી. હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુરતના (Surat) ધારાસભ્ય ડોક્ટરની ભૂમિકા નિભાવતા નજરે પડે છે.
સુરતના કામરેજ વિસ્તારના ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયાનો (V D Zalawadia) વિવાદિત વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ધારાસભ્ય ડોક્ટરની ભૂમિકા નિભાવતા નજરે ચડે છે.
ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીને ઇન્જેક્શન આપતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ધારાસભ્ય ઇન્જેક્શન સિરીંજ ભરી રહ્યા છે અને દર્દીને ચડાવવામાં આવેલી બોટલમાં આ ઇન્જેક્શન નાખી રહ્યા છે. તો ધારાસભ્યની આજુબાજુ રહેલા લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.
એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા આ ધારાસભ્યમાં જોવા મળી નથી.
એક સવાલ એ પણ થાય છે કે, મેડિકલ સ્ટાફ હોવા છતાં પણ આ ધારાસભ્ય કેમ ઇન્જેક્શન ભરી રહ્યા છે ? મેડિકલ સ્ટાફ દ્વારા જ ધારાસભ્યને ઇન્જેક્શન આપવા માટે કહ્યું હતું કે પછી મનમાની કરીને આ કૃત્ય કર્યું હતું.
મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્યએ તેનો પક્ષ રાખ્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે, આ ઇન્જેક્શન બોટલમાં નાખવામાં આવ્યું છે દર્દીને આપ્યું નથી. ડોકટરના કહેવા અનુસાર બોટલમાં ઇન્જેક્શન આપ્યું છે. 200થી વધુ કરતા દર્દીઓને અમે સાજા કર્યા છે. આ સાથે જ કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો માફી માંગી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024