તસવીર: ગૌરવભાઈ ગલાણી
સુરત: મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સરંભડા ગામના વતની અને મોટા વરાછાના સ્નેહમુદ્રા રો-હાઉસમાં રહેતા કાપડ મેન્યુફેક્ચરર ગૌરવ ગલાણીએ કોરોનાથી બચવા મિથિલિન બ્લુ વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 2000 બોટલ લોકોને વિનામૂલ્યે આપીને કોરોનાના સમયમાં સેવા આપી છે. આગામી દિવસોમાં હજુ પણ આ સેવા શરૂ રાખવા તૈયારી બતાવી છે. જેમને પણ જરૂર હોય તેવા લોકોને આ દવા આપવામાં આવે છે. ઉપરાંત વતનમાં પણ જેને મિથિલિન બ્લુની જરૂર હોય તેમને ગૌરવભાઇએ તેમનો સંપર્ક કરવા જણાવ્યું છે.
કોરોના સંક્રમિત જો નિયમિત રીતે મિથિલિન બ્લુનો ઉપયોગ કરે તો ઝડપથી સાજાં થાય છે. ફેફસાંમાં વાયરસ પ્રવેશે પછી મિથિલિન બ્લુની અસરકારકતા ઘટે છે.
કોરોના મહામારીના મારણ તરીકે હાલ કોઈ નિશ્ચિત દવા નથી ત્યારે જે કેટલીક વૈકલ્પિક સારવાર કારગત નીવડી હોવાનો દાવો થાય છે તેમાં મુખ્ય છે મિથિલિન બ્લુ. ભાવનગરના અગ્રણી ચેસ્ટ ફિઝિશિયન ડો. દિપક ગોલવાલકર હાલ ભાવનગર જ નહિ, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં મિથિલિન બ્લુના સફળ ઉપયોગ વડે કોરોના સંક્રમિતોને સાજાં કરી દેવા માટે બહુ જાણીતા છે. ડો. જગદીપ કાકડિયા કોવિડ-19ની સારવારમાં મિથિલિન બ્લુના હિમાયતી છે. મિથિલિન બ્લુ શું છે, કઈ રીતે ઉપયોગી થાય છે, કોરોના સંક્રમિતોને કઈ રીતે ફાયદાકારક છે તે અંગે કેટલાક તબીબોની વાતચીત દરમિયાન તેમણે રસપ્રદ માહિતી આપી હતી.
મિથિલિન બ્લુઃ જૂનું અને જાણીતું ડ્રગમિ
થિલિન બ્લુએ લોકપ્રિય નામ ખરેખર તો મિથાઈલથિયોનિનિયમ ક્લોરાઈડ નામના ડ્રગનું છે. લગભગ100 વર્ષથી વપરાતી આ દવાને જગતનું સર્વપ્રથમ સિન્થેટિક (લેબોરેટરીમાં બનેલું) ડ્રગ કહેવામાં આવે છે.
મિથિલિન બ્લુ કાર્બન સંયોજનથી બનેલી દવા છે.
ક્લોરોક્વિનથી ય પહેલાં મેલેરિયાની સારવાર માટે મિથિલન બ્લુ અક્સિર દવા મનાતી હતી અને 1950ના દાયકા સુધીમાં તેનાંથી લાખો લોકોના જીવ બચ્યા હતા.
કોરોનામાં કેવી રીતે ઉપયોગી?
ભાવનગરના પલ્મોનોલોજિસ્ટ ડો. દિપક ગોલવાલકર ચાર દાયકાથી ફેફસાંના રોગો અને વિવિધ સંક્રમણોની સારવાર કરી રહ્યા છે. કોરોના સંક્રમણમાં મિથિલિન બ્લુનો સફળ પ્રયોગ કરવામાં પણ ડો. ગોલવાલકર શરૂઆતની પંક્તિના તબીબ મનાય છે. ગત વર્ષે કોરોના સંક્રમણના આરંભથી જ તેઓ મિથિલિન બ્લુના ઉપયોગ વડે સંક્રમિતોની સારવાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ 3000થી વધુ દર્દીઓને સાજાં કરી ચૂક્યા છે.
સ્ટ્રેન બદલાય તો પણ અસર કરે છે
ડો. જયદીપ કાકડિયા કોરોનાની સારવાર સંબંધિત વૈશ્વિક સ્તરના વિવિધ સંશોધનો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. મિથિલિન બ્લુને તેઓ પણ બહુ જ ઉપયોગી મેડિસિન ગણાવે છે. તેઓ કહે છે કે, 'સાધારણ રીતે રેમડેસીવીર જેવા ડ્રગ વાયરસના ડીએનએ કે પ્રોટિન સાથે ફેરફાર કરીને તેને નબળો પાડે છે. પછી જ્યારે વાયરસ સ્ટ્રેન બદલે ત્યારે એ ડ્રગ કામ કરતાં નથી. જ્યારે મિથિલિન બ્લુ દરેક પ્રકારના વાયરસનું ઓક્સિડાઈઝિંગ એલિમેન્ટ છે. અર્થાત્ તે વાયરસનું વિઘટન જ કરી નાંખે છે. આથી વાયરસ સ્ટ્રેન બદલે તો પણ મિથિલિન બ્લુ એકસરખી કારગત નીવડે છે.'
મિથિલિન બ્લુ સંક્રમણ લાગ્યા પછી જેટલું ફાયદાકારક છે એથી ય વધુ સંક્રમણ લાગતું રોકવા માટે કારગત છે એવું જણાવતાં ડો. કાકડિયા કહે છે કે, 'પુખ્ત વયની દરેક વ્યક્તિ રોજ સવારે 5 એમએલ જેટલું મિથિલિન બ્લુ પીવે અને રાત્રે બહારથી આવ્યા પછી નાકમાં ટીપાં નાંખે તો સંક્રમણથી ચોક્કસ બચી શકે છે.'
માસ્ક વગર રોજ સેંકડો દર્દીઓની સારવાર
ડો. કાકડિયા કહે છે કે અમે ડો. ગોલવાલકર સાથે મિથિલિન બ્લુની કોરોના વાયરસ પર અસરના અનેક પ્રયોગો કર્યા છે. માસ્ક વગર હજારો દર્દીઓની સારવાર કરી છે છતાં મિથિલિન બ્લુના નિયમિત સેવનના કારણે રોજના સેંકડો પોઝિટિવ દર્દીઓનો સંસર્ગ હોવા છતાં અમને તો ઠીક, સ્ટાફમાં કે લેબોરેટરી કે એક્સ-રે ક્લિનિકમાં કોઈને પણ છેલ્લાં એક વર્ષથી સંક્રમણ લાગુ પડ્યું નથી. કોરોના સંક્રમિતના નાકના બંને ફોયણામાંથી અમે સ્વેબ લીધા. જમણાં ફોયણાંના સ્વેબને પાંચ મિનિટ મિથિલિન બ્લુમાં પલાળીને પછી તેનો ટેસ્ટ કર્યો. જ્યારે ડાબા ફોયણાંનો સીધો જ RT-PCR ટેસ્ટ કર્યો. તો આશ્ચર્યજનક રીતે ડાબા ફોયણાંનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મિથેલિન બ્લુમાં ઝબોળેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
કઈ રીતે લેવાય છે આ દવા? કોણ લઈ શકે?
કોરોના વાયરસ એ શ્વસનતંત્ર દ્વારા શરીરમાં પ્રવેશતો વાયરસ છે. મોં વાટે કે નાક વાટે શરીરમાં પ્રવેશે છે. રોજ સવારે જીભની નીચે અડધી ચમચી મિથિલિન બ્લુ મૂકીને ગળી જવાથી મોં વાટે પ્રવેશેલા વાયરસનો ત્યાં જ ખાતમો બોલી જાય છે. આ ઉપરાંત મિથિલિન બ્લુ લોહીમાં ભળે છે ત્યારે શરીરની અંદર પ્રવેશેલા વાયરસનો પણ સામનો કરતું રહે છે. આ ઉપરાંત રાત્રે બહારથી આવ્યા પછી નાકમાં મિથિલિન બ્લુના બે ટિપા નાંખવાથી વાયરસને આગળ વધતો રોકી શકાય છે.
સાજી વ્યક્તિ પણ સંક્રમણ થતું ટાળવા માટે આ પ્રમાણે મિથિલિન બ્લુનો ઉપયોગ કરી શકે છે. જેમને સંક્રમણ લાગુ પડ્યું છે એ પણ આ પ્રમાણે મિથિલિન બ્લુનો ઉપયોગ કરીને સંક્રમણને આગળ વધતું અટકાવી શકે છે.
દવા અક્સિર, તો માન્યતા કેમ નહિ?
મિથિલિન બ્લુથી હજારો દર્દીઓ સાજાં થતાં હોવા છતાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ AIIMS દ્વારા તેને કોવિડ-19ના ICUના પ્રોટોકોલ ડ્રગ્ઝ તરીકે માન્યતા આપેલી નથી. અલબત્ત, એ પછી પણ ડોક્ટર પોતાના અનુભવના આધારે ક્લિનિકલ પ્રેક્ટિસમાં મિથિલિન બ્લુ પ્રિસ્ક્રાઈબ કરે તો તેમાં કશું અયોગ્ય કે ગેરકાનૂની હરગીઝ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તેને ઉપયોગી અને બિનહાનિકારક ડ્રગ્ઝ તરીકે સ્વિકારે છે આમ છતાં કોરોના સંક્રમિતોએ પોતાના તબીબની સલાહને અનુસરવુ ઈચ્છનીય છે.
#gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025