મિસાઇલ મેન’ને અનોખી શ્રદ્ધાંજલી, ભારતીય રેલવેએ સ્ક્રેપમાંથી બનાવી Dr. APJ Abdul Kalam ની પ્રતિમા

26-Jul-2021

ભારતીય રેલવેએ પૂર્વ રાષ્ટ્રપતિને એક અનોખી રીતે શ્રદ્ધાંજલી આપી છે. રેલવે એ ડૉ. એપીજે અબ્દુલ કલામની (Dr. APJ Abdul Kalam) યાદમાં બેંગલુરુના યશવંતપુર રેલવે સ્ટેશન (Yesvantpur railway station) પર તેમની એક સુંદર પ્રતિમા સ્થાપિત કરી છે. આ પ્રતિમાને (Statue) રેલવેના એન્જીનિયર્સે દોઢ મહિનામાં બનાવીને તૈયાર કરી છે. આ મૂર્તિ બનાવવા માટે એવી ચીજ-વસ્તુઓનો ઉપયોગ થયો છે જે રેલવે વિભાગ માટે હવે નકામી થઇ ગઇ હતી. આજ કારણ છે કે આ મૂર્તી દરેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સૌ કોઇ જાણે છે કે ડો. એપીજે અબ્દુલ કલામને પર્યાવરણ પ્રત્યે કેટલો પ્રેમ હતો માટે સ્ક્રેપમાંથી તેમની મૂર્તી બનાવીને રેલવે વિભાગે તેમને સુંદર ટ્રીબ્યુટ આપ્યુ છે.

Author : Gujaratenews