માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : મોતના 500 વીડિયો બનાવનાર સરથાણા 13 વર્ષના કિશોરે માતાના ઠપકાથી ફાંસો ખાઈ લીધો
13-May-2021
ફાઇલ તસવીર : મીત વીરડિયા
સુરત: કરુણ અકસ્માતો ભલે કયારેક જ બને પણ માતા-પિતા માટે લાલબત્તી સમાન બની રહે છે. નાના બાળકથી લઈને તરુણો સુધી એક નાનકડી ભૂલ કયારેક તેના મોત સુધી ખેંચી જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના સરથાણામાં બન્યો છે. માતાએ ફોન આંચકી લેતા સરથાણા વિસ્તારમાં 13 વર્ષના કિશોરે ફાંસો ખાઈ લીધો હોવાની પણ એક થિયરી ચાલી રહી છે. જોકે, હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.
મોતના 500 વીડિયો બનાવનાર અને વીડિયો બનાવવાનો શોખ ધરાવતા સુરતના સરથાણામાં 13 વર્ષના કિશોરને પોતાને જ ફાંસો લાગી ગયો છે. જોકે, હાલ મોતનું રહસ્ય ઘેરાયું છેકે ધો.8માં ભણતા મીતે જાતે ફાંસો ખાધો કે ગળામાં દુપટ્ટો ફસાઈ ગયો તે હજુ પોલીસને વાત ગળે ઉતરતી નથી. પરંતુ પીએમ રિપોર્ટના આધારે વાત કરીએ તો મોતનું કારણ ફાંસો નક્કી માનવામાં આવે છે. મીત પોતાના વીડિયો બનાવવીને વિવિધ એપ્લિકેશન પર સતત અપલોડ કરતો હતો. એટલે માતાએ તેની પાસે રહેલો મોબાઈલ જ લઈ લીધો હતો તેમ સ્થાનિક પીઆઇનું કહેવું છે. જોકે હાલ તપાસ થઈ રહી છે કે મોત સ્ટંટ કરતા ફાંસો ખાવાથી થયું છે કે તે મીતે ખોટુ લાગી જવાથી ફાંસો ખાઈ લીધો છે.
સરથાણાની માનસરોવર સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલીના કેરાળા ગામના વતની અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ વીરડિયા પરિવારમાં પત્ની અનસુયા, પુત્રી હેની ઉર્ફે હેતુ અને 13 વર્ષના દીકરા મીત સાથે રહેતા છે. અને ઉધના-પાંડેસરા વિસ્તારમાં એમ્બ્રોઇડરીનું યુનિટ ધરાવે છે. 13 વર્ષનો દીકરો મીત ધો.8માં ભણે છે. પરંતુ લોકડાઉનના કારણે ઘરે જ રહીને અભ્યાસ કરતો હતો. સ્ટંટ, ડાન્સ, મ્યુઝિક, બોક્સિંગ અને પંચના શોખીન મીતને એકાએક ફાંસો લાગી ગયો હતો.
મીતની ડોક ઝૂકી ગઈ : પોલીસ
સ્થાનિક પોલીસ કહે છે પીએમ રિપોર્ટમાં મીતને ફાંસો લાગ્યો એ વાત ચોક્કસ છે. જોકે પોતાની રીતે ફાંસો ખાધો કે રમતા રમતા દુપટ્ટો ગળે વીંટળાઈ ગયો તે તપાસમાં જાણવા મળશે. ઘટનામાં મીતની ડોક નમી ગયેલી જોવા મળી છે.
વીડિયો બનાવવાનો શોખીન 13 વર્ષનો મીત સોશિયલ મીડિયામાં પોતાના સ્ટંટના વીડિયો બનાવીને અપલોડ કરતો હતો કારણ કે લાઈક મળે. જેથી તે ગેલેરીમાં સ્ટંટ કરવા જતાં દોરીના રાઉન્ડમાં તેને ફાંસો લાગી જતાં ફાંસો ખાધેલી હાલતમાં હતો. જેને પરિવાર ડાયમંડ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યા મૃત જાહેર કરાયો હતો.
મીત વીડિયો બનાવવામાં રસ લેતો હતો
મીતને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાથી લાઈક મેળવવામાં બહુ રસ હતો. ડાન્સ અને સ્ટંટને કારણે બહુ જાણીતો પણ બની ગય હતો.
ફાંસો લાગ્યો એ માનવામાં આવતુ નથી: પિતા
મીતના પિતા અશ્વનભાઈ વીરડીયા જણાવે છે કે મીતને ફાંસો લાગ્યો એ વાત અમને પણ ગળે ઉતરતી નથી. હાલ કશુ કહી શકાય એવું નથી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024