મેયર વિરોધ કરવા માટે નીકળ્યાં છે, તેઓને શરમ આવવી જોઇએ

07-May-2021

સુરત: પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરો પર થયેલા હુમલામાં સુરત ભાજપ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ કોંગ્રેસ સાથે સાથે પાલિકાની ચૂંટણી હારી ગયેલા ભાજપના ઉમેદવાર કોમલ પટેલે મેયર વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી છે તેના કારણે વિવાદ ઉભો થયો છે. આ ઉપરાંત કોંગ્રેસના માજી કોર્પોરેટર વિરોધ કરતાં હતા તેની સાથે કેટલાક લોકો પોતે ભાજપના કાર્યકર છે અને મેયરનો વિરોધ કરી રહ્યાં છે તેવા વીડિયો પણ વાઇરલ થઈ રહ્યાં છે.

 

સુરતના પુણા વિસ્તારમાં મેયર હેમાલી બોઘાવાલા બંગાળમાં ભાજપના કાર્યકરો પર થયેલા હુમલામાં વિરોધ કરવા ગયાં હતા. ત્યારે કોંગ્રેસના માજી કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા આક્રમક વિરોધ કરતાં મેયરે કાર્યક્રમ પડતો મુકી જતાં રહેવું પડ્યું હતું. કોંગ્રેસના વિરોધ સાથે સાથે કેટલાક લોકો પોતે ભાજપના કાર્યકરો છે તેમ કહીને વિરોધ કરવા માટે આવ્યા હતા તે વીડિયો વાઇરલ

 

વિરોધ સાથે સાથે પુણા વોર્ડમાંથી પાલિકાની ચૂંટણી હારી ગયેલા ભાજપના ઉમેદવાર કોમલ પટેલે સોશિયલ મીડિયામાં મુશ્કેલી પોસ્ટ વિવાદ જગાવી ચુકી છે. કોમલ પટેલે પોસ્ટ મુકી છે તેમાં લોકો મરે છે અને મેયર વિરોધ કરવા માટે નિકળ્યા છે તેઓને શરમ આવવી જોઈએ. ઈન્જેક્શન મળતાં નથી અને મેયરન સતી પ્રસિધ્ધિ જોઈએછે. આવનારા સમર્યા આમ જવાનુંછે, ભાજપના જ કાર્યકર્તાઓ ભાજપના કાર્યકરો ભાજપની વિરોધમાં આવી ગયાં છે. આવી સ્થિતિ છે પરંતુ ભાજપ હાલ હોદાની લ્હાણી કરી રહી છે જેના ઘરના મોભી જાય ત્યારે તેમને ખબર પડે પણ આ જાડી ચામડીવાળા સમજી નહીં શકે. કોમલ પટેલની આવી પોસ્ટના કારણે આગામી દિવસોમાં મોટો વિવાદ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

 

દરમિયાન કોમલ પટેલે જણાવ્યું હતું કે, મેં જે કંઇ પણ પોસ્ટ કરી છે તે માત્રને માત્ર શહેરીજનોની વેદનાને વ્યક્ત કરી છે પક્ષે મને ઘણું આપ્યું છે. મને પક્ષ સામે કોઇ વાંધો નથી.

Author : Gujaratenews