ગુજરાતના મુખ્યમંત્રી Vijay Rupani ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં કોરોના મહામારીના પગલે ધોરણ 10 બોર્ડના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેરમાં કરવામાં આવ્યો છે.
જેમાં મુખ્યમંત્રી Vijay Rupani એ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.
Author : Gujaratenews
05-Mar-2025