બીજી લહેરના સામનાના અનુભવમાંથી બોધપાઠ લેવાયો છે : કેન્દ્રીય આરોગ્ય મંત્રી, ત્રીજી લહેરનો સામનો કરવા દેશ સજ્જ છે : મનસુખ માંડવિયા

23-Jul-2021

દેશમાં કોરોનાની બીજી લહેરમાં હવે મહારાષ્ટ્ર સહિતના છ રાજયોમાં હજુ પોઝીટીવ કેસમાં મોટો ઘટાડો થયો નથી અને નવા કેસ વધતા જાય છે. ઉપરાંત ડેલ્ટા વેરીએન્ટ વધુ ચિંતાજનક હોવાના આવી રહેલા સતત નિષ્ણાંતના અભિપ્રાય વચ્ચે પણ ત્રીજી લહેરની આશંકામાં કેન્દ્ર સરકાર કોઈપણ પરીસ્થિતિને પહોચી વળવા સજજ છે તેવો વિશ્વાસ કેન્દ્રના નવા આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજયોને પણ કેન્દ્ર સતત અપડેટ રાખીને કોરોનાની પુરતી ચિંતા કરી રહી છે.હાલમાં જ કેન્દ્રીય મંત્રી મંડળમાં ‘પ્રમોશન’ મેળવીને તથા કોવિડના કપરાકાળમાં આરોગ્ય જેવા પડકાર રૂપ વિભાગનો હવાલો સંભાળનાર શ્રી માંડવીયાએ ત્રીજી લહેરની તૈયારીમાં ઓકસીજનથી લઈને વેકસીન સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ મુદ્દે સંસદ પણ ગજવી હતી.

Author : Gujaratenews