ભારે વરસાદથી મલાડ પશ્ચિમમાં ઈમારત ધરાશાયી થતાં 11નાં મોત, 8 ઘાયલ

10-Jun-2021

ગુરુવારે બચાવ કામગીરી ચાલુ હોવાથી મુંબઇના મલાડમાં માલવાણી વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થતાં મૃત્યુઆંક વધીને 11 થઈ ગયો છે. બુધવારે મોડી રાત્રે મુંબઇના મલાડ પશ્ચિમમાં નવા કલેક્ટર પરિસરમાં રહેણાંક મકાન ( building collapses ) ધરાશયી થતાં આઠ અન્ય ઘાયલ થયા હતા.મુંબઈમાં ચોમાસુ બેસતાની સાથે જ વરસેલા ધોધમાર વરસાદને પગલે, બુધવારે મોડી રાત્રે મલાડ પશ્ચિમના માલવણી ખાતે એક મકાન એકાએક ધરાશાયી ( building collapses ) થતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે કાટમાળમાં હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના જણાવ્યાનુસાર, બુધવારે મોડી રાત્રે મુંબઇના મલાડ પશ્ચિમમાં નવા કલેક્ટર પરિસરમાં રહેણાંક મકાન ધરાશાયી થતાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા.બીએમસીના જણાવ્યા મુજબ, આ ઘટનાને કારણે આજુબાજુની ઈમારતોને પણ અસર પહોચી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે આનાથી માલવણીમાં જે સ્થળે મકાન પડ્યુ તેની બાજુની ઈમારત હલી ગઈ છે. અને તે જોખમી છે. આવી ભયજનક ઇમારતમાં રહેતા લોકોને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યા છે.

 

પડી ગયેલી બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મુંબઈના ડેપ્યુટી કમિશનર પોલીસ (ડીસીપી) ઝોન 11 વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળની નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ અને રાહત ટીમ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહી છે.

Author : Gujaratenews