મહેશ સવાણી આપ પાર્ટીમાં જોડાયા, સત્તાવાર ખેસ પહેરી લીધો કહ્યું, હું કફન બાંધીને નીકળ્યો છું અને ગોળી ખાવા તૈયાર છું

27-Jun-2021

AAP પાર્ટીએ પાલિકાની ચૂંટણીમાં 27 સીટ મેળવ્યા બાદ વરાછામાં કાર્યકરોને જોડવા મહેનત કરી રહી છે. વિવિધ અટકળો બાદ મહેશ સવાણી રવિવારે સત્તાવાર રીતે આપમાં જોડાઈ ગયા છે. આપના નેતા મનીષ સિસોદિયાની રવિવારે સુરત મુલાકાત ભાગ ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આખરે આપ પાર્ટી પર પસંદગી ઉતારી રાજકારણની શરૂઆત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં મહેશ સવાણીને ધારાસભ્યની ટિકિટ ભાજપે આપી ન હતી. જેને લઇને નારાજગી હતી.

રવિવારે સુરત પધારેલા આપના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ની ઉપસ્થિતિ માં ઉદ્યોગપતિ મહેશ સવાણી જોડાયા હતા.આ સાથે જ તેમણે કહ્યું હતું કે હું પોતે કફન બાધીને નીકળ્યો છું ગોળી ખાવી પડશે તો તૈયાર છું.

રવિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં આપમાં જોડાયા બાદ મહેશ સવાણીએ જણાવ્યું કે મારી પાસે ત્રણ વિકલ્પ હતા.એક 80 થી 82 વર્ષ જૂનું મકાન(કોંગ્રેસ), એક 20 થી 22 વર્ષનું એલીવેશનવાળું મકાન(ભાજપ) અને એક ખુલ્લો પ્લોટ(આપ)આ ત્રણ માંથી મે ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે.

આ પ્લોટ પસંદ કરતી વખતે મે ઘણા ને પૂછ્યું હતું કે હું જોડાઈ શકું.તો ઘણા એ મને કહ્યું કે તમને હેરાન કરશે.તો મે જવાબ આપ્યો કે વધુ વધુ માં શું કરશે મારા ધંધાને નુકસાન કરશે, ફેમિલી ને હેરાન કરશે.પરંતુ કોઈ કે તો કાંતિકારી વિચારતો લાવવા પડશે. એટલે હું આપમાં જોડાયો છે.અને વધારેમાં વધારે તો મને ગોળી મારશે.

હું કફન બધીને નીકળ્યો છું. ગોળી ખાવા તૈયાર છું. હું કોઈ સમાજનો નથી.હું કોઈ ઉદ્યોગપતિ નથી.હું સમાજ સેવામાં માનનારો છું.

Author : Gujaratenews