ઉનાથી શરૂ થયેલું વાવાઝોડું સોમવાર રાતથી ગુજરાત પર મંડી પડ્યું છે. વાવાઝોડાએ મંગળવાર સવારથી અમદાવાદ શહેરને ઘમરોળી હવે ઉત્તર તરફ ઘમરોળવાનું શરૂ કરી દીધું છે. બાદ બુધવાર સવારથી રાજસ્થાન પહોંચ્યા પછી તાઉતે બેઅસર થઈ જવાની શક્યતા છે. જોકે પવનની ઝડપ વધી શકે છે. સાથે વરસાદી માહોલ પણ રહેશે. આ મામલે મહેસૂલ સચિવે કહ્યું હતું કે વાવાઝોડાનું જોર પહેલા કરતા ઘણુ ધીમુ પડી ગયું છે. સોમવારે રાત્રિ કરતા મંગળવારે અસર ઓછી થઈ ગઈ છે. હવે 70થી 90ની સ્પીડ વાવાઝોડાએ પકડી રાખી છે. જે શરૂઆતમાં 160ની આસપાસ હતી. આ વાવાઝોડું બપોરે અમદાવાદને ઘમરોળતુ હતું. તો હાલ અમદાવાદથી આગળ મહેસાણમાં ધમરોળી રહ્યું છે. બુધવારે સવારથી રાજસ્થાન બાજુ જશે તેમ હવામાન વિભાગના જાણકારોનું માનવું છે. ઉત્તર ગુજરાતના વરસાદમાં પણ વાવાઝોડુ નબળું પડ્યું છે. પરંતુ સાવચેત રહેવા પણ જણાવ્યું છે.
Author : Gujaratenews
20-Aug-2024