મહારાષ્ટ્રમાં 'મહા'તબાહી : Tauktae થી મુંબઈમાં જળતાંડવ, સાત લોકોના મોત, જુઓ તબાહીના દ્રશ્યો

18-May-2021

ANI visual ગોવાને મુંબઈની તસવીરોમાં ભયાનક દ્રશ્યો

ગુજરાતના 14 જિલ્લામાં ચક્રાવાતનો કહેર

ગુજરાતના ભાવનગરમાં 2 લોકોના થયા મોત

મહારાષ્ટ્રમાં વાવાઝોડાથી 7 લોકોના થયા મોત

  

કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે પશ્ચિમી રાજ્યોમાં તૌક્તેની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુસાર છેલ્લા 23 વર્ષમાં સોથી વિનાશકારી વાવાઝોડું છે. તે સોમનાથ તટ સાથે અથડાયું છે અને 185 કિમી/કલાકની ઝડપે હવા ચાલી રહી છે. 

ગુજરાતમાં 2 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

તૌક્તે વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં 2 લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની 54 ટીમ તૈનાત કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતના 14 જિલ્લા સૌથી વધુ પ્રભાવિત છે. વરસાદની સાથે હવાના કારણે વીજળીના થાંભલા અને ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. 

 

ગુજરાતમાં થયા 2 લોકોના મોત

ભાવનગરમાં તૌકતે વાવાઝોડાથી 2 લોકોના મૃત્યુ થયા હોવાનું સામ આવ્યું છે. પાલીતાણાના નવા ગામના બાડેલીમાં આ ઘટના બની છે. જેમાં મકાનની છત પડતા પિતા-પુત્રીના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં પણ તૌક્તેએ બતાવી તાકાત, 7 લોકોના થયા મોત

મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં તૌક્તેની અસર જોવા મળી રહી છે. આ સમયે મુંબઈમાં ભારે હવાની સાથે વરસાદની સ્થિતિ છે. અહીં અલગ અલગ ઘટનામાં 7 લોકોના મોત થયા છે. 4 લોકોના રાયગઢમાં મોત થયા છે. તો 1 નાવિકનું મોત સિંધુદુર્ગ જિલ્લામાં થયું છે. થાણે અને નવી મુંબઈમાં 2 લોકોના મોત ઝાડ પડવાના કારણે થયા છે. આ સિવાય સિંધુદુર્ગના બંદરમાં લંગરની 2 ગાડીઓ ડૂબી હતી જેમાં 7 લોકો સવાર હતા. 

ગોવામાં તૌક્તે વાવાઝોડાથી ભારે નુકસાન

ગોવાના તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ અને સમુદ્રમાં ઉંચી લહરો ઉઠી છે. તોફાનના કારણે ગોવાના અનેક વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ છે અને ઘર અને ગાડીઓને ભારે નુકસાન થયું છે જ્યારે 2 લોકોના મોત થયા છે. 

 રાયગઢ જિલ્લામાં થયા 4 લોકોના મોત

તૌક્તે બાદ મહારાષ્ટ્રના 5244 ઘરોને નુકસાન થયું છે. 5 ઘર સંપૂર્ણ રીતે જમીનદોસ્ત થયા છે જિલ્લામાં 4 લોકોના મોત થયા છે. જેમાં 2 મહિલાઓ સામેલ છે તો 6 લોકો ઘાયલ થયા છે. જિલ્લામાં 500થી વધારે વીજળીના થાંભલા પડી ગયા છે. અલીબાગમાં 30 કલાકથી લાઈટો નથી. 

 

 

અરબ સાગરમાં 2 હોડી ગાયબ થઈ, 410 લોકો સવાર હતા

2 હોડી તટથી દૂર અરબ સાગરમાં ખોવાઈ છે જેમાં 410 લોકો સવાર હતા. નૌસેનાએ તેમને બચાવવાનો સંદેશ મળતા કામગીરી શરૂ કરી છે. 2 નાવની મદદથી શોધખોળ શરૂ કરાઈ છે. 

 

યૂપી રાજસ્થાન સહિત અહીં થશે વરસાદ

તૌક્તેની અસર યૂપી અને રાજસ્થાનના સિવાય અનેક જગ્યાઓએ જોવા મળી શકે છે. હવામાન વિભાગે યૂપી અને રાજસ્થાન સિવાય મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપીના અનેક વિસ્તારોમાં વરસાદની આશંકા રાખી છે. સાથે ગર્જના સાથે વરસાદ અને 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતાઓ છે. 

 

કર્ણાટકના 121 ગામ અને તાલુકા પ્રભાવિત

અહીં તૌક્તાના કારણે તટીય અને મલનાડના 8 લોકોના મોત થયા છે. સ્થિતિને લઈને રિપોર્ટમાં કહેવાયું છે કે 121 ગામ અને તાલુકા પ્રભાવિત છે. 547 લોકોને ઘરથી હટાવાયા છે અને વાવાઝોડાથી બચવા માટે 13 રાહત શિવિરમાં 290 લોકો રહી રહ્યા છે. 

Author : Gujaratenews