મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં મોડી રાતે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ
મહારાષ્ટ્રના ગઢચિરૌલી (Gadchiroli) જિલ્લાના એટાપલ્લીના જંગલ વિસ્તારમાંથી શુક્રવારે ઓછામાં ઓછા 13 નક્સલીઓને ઠાર મરાયા છે. જ્યાં મહારાષ્ટ્ર પોલીસના C-60 કમાંડો અને નક્સલીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે.
મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં (Gadchiroli) પોલીસ અને નક્સલીઓ (Naxals) વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. પોલિસના સી-60 યૂનિટે ગઢચિરૌલીના એટાપલ્લી જંગલ વિસ્તારમાં અત્યાર સુધી 13 નક્સલીઓને ઠાર માર્યા છે. ગઢચિરૌલીના Gadchiroli) ડીઆઈજી સંદીપ પાટિલે આ જાણકારી આપી છે. ગઢચિરૌલીના પોલીસ ડીઆઈજી સંદીપ પાટિલ અનુસાર, આ ઓપરેશન મહારાષ્ટ્ર પોલીસ માટે એક મોટી સફળતા હતી અને સંભાવના છે કે મુઠભેડમાં વધારે નક્સલીઓનો સફાયો થાય.
નક્સલીઓએ બે વર્ષ પહેલા કર્યો હતો IED બ્લાસ્ટ
મહારાષ્ટ્રમાં ગઢચિરૌલી જિલ્લામાં વર્ષ 2019માં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં 15 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા. વિસ્ફોટની પહેલા નક્સલીઓએ એક રોડ નિર્માણ કરતી કંપનીના 27 વાહનોમાં આગ લગાવી દીધી હતી. વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં વાહન ચાલક પણ હતા. વિસ્ફોટ પોલીસકર્મીઓના વાહનના કુરખેડા વિસ્તારના કુરખેડા વિસ્તારના લેંધારી નાળાની પાસે પહોંચતા જ થયો હતો.
20-Aug-2024