ટોક્યો ઓલિમ્પિક માટે ગુજરાતની દિકરી માના પટેલ રમશે, ઓલિમ્પિકમા ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા સ્વીમર બનશે
02-Jul-2021
Ahmedabad : અમદાવાદની માના પટેલ જાપાનના ટોકિયોમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં (Tokyo Olympics 2021) ભાગ લેશે. માના પટેલ (Maana Patel) પહેલી ભારતીય સ્વિમર છે કે જે ભારતીય સ્વિમર તરીકે ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ છે. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને કેન્દ્રીય પ્રધાન કિરણ રજ્જુએ ટ્વીટ કરી જાહેરાત કરી છે.
ટોક્યો ઓલમ્પિકમાં ભારતની ટીમમાં બે બોયસ અને એક મહિલા પ્લેયરની પસંદગી કરાઈ છે. જેથી માના પટેલની ટીમમાં એક માત્ર મહિલા અને ત્રીજા પ્લેયર તરીકે પસંદગી થઈ છે. જેના કારણે માના પટેલ તેના પરિવાર અને અમદાવાદ સહિત ગુજરાત અને ભારતના લોકો ગર્વ અનુભવી રહ્યા છે.
માના પટેલે 21 વર્ષની ઉંમરમાં અને 12 વર્ષની સ્વિમિંગની કારકિર્દીમાં 180થી વધુ મેડલ મેળવ્યા છે. તો 85 સ્ટેટ લેવલ મેડલ, 72 નેશનલ લેવલ મેડલ અને 25 ઇન્ટરનેશનલ લેવલ મેડલ મેળવ્યા છે. માનાએ 30થી વધુ રેકોર્ડ બનાવ્યા છે. માના પટેલે કુલ 180 ઉપર મેળવ્યા મેડલ છે. માના પટેલની સિદ્ધિથી પરિવારે પણ ગૌરવ અનુભવ્યો છે. માના પટેલે 8 વર્ષની ઉંમરે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું હતું.માના પટેલની સિદ્ધિથી પરિવાર ગૌરવવંતો બન્યો જ છે. સાથે જ અમદાવાદ. ગુજરાત અને ભારતનું નામ પણ માના પટેલે વધાર્યું છે. કેમ કે માના પટેલે નાનપણમાં જ સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું હતું. ત્યારે તેને આશા ન હતી કે તે આ લેવલ પર પહોંચશે. તેની આ સફરમાં એક ઘડી એવી પણ આવી કે તેને સ્વિમિંગ વખતે સોલ્ડરમાં ઇનજરી થઈ અને તેને દોઢ વર્ષ રેસ્ટ લેવો પડ્યો.
જેથી તે ફરી તે લેવલ પર પહોંચશે તેની આશ તૂટી ગઈ હતી. જોકે તેના પરિવારના સ્પોર્ટ અને તેની ઈચ્છા શક્તિ અને માઈકલ ફેલેપસેની મુલાકાત બાદ તેનું મનોબળ વધ્યું અને માના પટેલે તેની સ્વિમિંગની સફર ફરી શરૂ કરી. અને આજે તેની પસંદગી ટોક્યો ઓલિમ્પિક્સ માં થઇ છે.
માના પટેલ નાનપણમાં શરીરનો બાંધો પાતળો ધરાવતી જેથી તે સ્વિમિંગમાં આગળ વધી શકશે તેવું પરિવારનું માનવું હતું અને માટે 8 વર્ષની ઉંમરે માના પટેલે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું હતું. અને આજે તેણે આ સિદ્ધિ હાંસલ કરી.
માના પટેલ સાથે તેની માતાની પણ એક સફર રહી છે. કેમ કે માના પટેલ જ્યા ટૂર્નામેન્ટ કે રમત માટે જાય ત્યાં તેના માતા પણ જતા એટલે માના પટેલ સાથે તેની માતાની પણ અનોખી સફર બની. તો માતા સાથે રહી માના પટેલ ને પણ એક સ્પોર્ટ મળી રહ્યો. ત્યારે એક મહિલાની ટોક્યો ઓલિમ્પિક માં પસંદગી થતા માના પટેલનો પરિવાર માની રહ્યો છે કે માના લોકો માટે પણ ઉદાહરણ રૂપ બનશે.
માના પટેલની આ સફર દરમીયાન અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિવિધ મહાનુભાઓ સન્માનિત કરી ચુક્યા છે.
WWW.GUJARATENEWS.COM/MAANA-PATEL
Tags
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024