સૌરાષ્ટ્રમાં લગ્નોત્સુક યુવકોને લગ્નના નામે છેતરીને નાણાં પડાવી પલાયન થઈ જતી લૂંટેરી દુલ્હન આઠ સભ્યોની ગેંગ સાથે ઉના પોલીસના હાથે ઝડપાઈ ગયેલ છે. આ ગેંગમાં નાગડકા (તા. સાયલા)ના બે ભાઈઓ પણ સામેલ હોવાનું જાણવા મળે છે. બનાવની જાણવા મળતી વિગત એવી છે કે, સૌરાષ્ટ્ર અને ઝાલાવાડમાં લગ્નોત્સુક યુવકોને છેતરીને પૈસા પડાવી દુલ્હન પલાયન થઈ જતી હોવાના અનેક બનાવો સામે આવેલ છે
ગીરગઢડા તાલુકાના નાળિયેરી મોલી ગામના રત્ન કલાકાર યુવકને લગ્નના નામે છેતરવાનો કારસો ઘડનારી ઠગ ટોળકીને ઉનામાં પોલીસે રંગે હાથ ઝડપી લીધી હતી. લગ્નની ખરીદીના બહાને તથા ટેકસી ભાડું મળીને રૂ.૭૨૫૦૦ પડાવ્યા બાદ લગ્ન પછી આ ટોળકી ૨ લાખના દાગીના પણ ઓળવી જવાની ફરાકમાં હતી. જોકે કોર્ટ મેરેજનું ફોર્મ ભરતી વખતે વકીલે માંગેલા કન્યાના દસ્તાવેજો શંકાસ્પદ જણાતાં તાત્કાલિક પોલીસને બોલાવી લેવાતાં, ટોળકીનું કારસ્તાન ખુલ્લું પડી ગયું હતું.
નાળિયેરી મોલી ગામ રહેતા 1 રમેશભાઈ હરીભાઈ રાખોલીયાનો દીકરો હિતેશ(૩૭) સુરતમાં હીરા ઘસવાનો ધંધો કરે છે. એના માટે કન્યા જોવાનું રમેશભાઈએ કાકેડી મોલી ગામે રહેતા વિનુભાઈ રણછોડભાઈ રાઠોડને કહેતા તેણે કહ્યું કે કન્યા રાજકોટ રહે છે ત્યાં જવું પડશે. આથી હિતેશ, તેનો મિત્ર પરેશ રામાણી વિનુભાઈને મધ્યસ્થી બનાવી ગયા હતા. યુવતીની મુલાકાત કરાવી હતી. યુવતીની સપના રમેશભાઈ કોશિયા તરીકે ઓળખ આપી બંનેએ એકબીજાને પસંદ કરતા સગાઈની વાત થઇ હતી. વચેટિયા તરીકે રહેલી જૂનાગઢની કાજલ પરેશહિરપરાએ લેવડદેવડની વાત કરી હતી. ખરીદી માટે રૂપિયા માગતા પરેશે ૨૦ હજાર આપ્યા હતા પછી ૪૭૦૦૦ રોકડા આપ્યા હતા. લગ્ન બાદ સપનાને રૂપિયા બે લાખના સોનાના દાગીના બનાવી આપવાનું નક્કી થયું હતું. ગત તા.૨૧ના કન્યા પક્ષના લોકો ઉના આવી કોર્ટમાં લગ્ન કરાવશે એવું નક્કી થયું . તા.૧૯ના કન્યા સહિતના મળતિયા ના |મોટરકારમાં ઉના આવ્યા હતા. રૂ.પછી તેના વકીલે લગ્નનું ફોર્મ ભરવા કન્યાના આધારકાર્ડ, જન્મનો દાખલો સહિતના દસ્તાવેજો માગતાં સપનાએ આપ્યા હતા. વકીલે આ દસ્તાવેજ ચકાસતા બોગસ હોવાની શંકા ગઈ હતી. તુરંત જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરી અરજી કરવામાં આવી હતી. જેના આધારે પોલીસને તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો.
બીજી બાજુ હિતેશ અને તેના પરિવારજનો સતર્ક થઇ ગયા હતા. ગત તા.૨૨ના મંગળવારે સપનાએ હિતેશને ફોન કરી, 'તા.૨૩ના કોર્ટ મેરેજ કરી લઈશું. રૂપિયા બે લાખ દાગીના માટે તૈયાર રાખજો' એમ કહ્યું હતું. એ બાબતે પોલીસને જાણ કરતા તા.૨૩ ના સવારે પોલીસ સ્ટાફના માણસો સાદા ડ્રેસમાકોર્ટે પહોંચ્યા હતા. દુલ્હન સપના, તેની માતા કાશીબેન રમેશ કોશિયા, કાજલબેન પરેશભાઈ હિરપરા, વિનુભાઈ રણછોડભાઈ રાઠોડ, તેની પત્ની ક્રિષ્ના અને અન્ય શખ્સો ગોવિંદભાઈ હીરાભાઈ વ્યાસ, અશ્વિન ધરમશી લીંબોડીયા, વિશાલ બેચર સરવૈયા ગોવિંદ ધરમશી લીંબોડીયા એમ કુલ ૯ લોકોને પોલીસે સકંજામાં લઇ પૂછપરછ કરતા તમામ વટાણા વેરી દીધા હતા.
સપનાનું સાચું નામ અંજુમ નાઝિરહુસેન સોલંકી, કાશીબેનનું સાચું નામ સારાબાઈ ઉર્ફે સામરા હનીફભાઇ ઠેબા, કાજલનું સાચું નામ ભાવનાબેન રાજેશભાઈ ગડારા હોવાનું ખુલ્યું હતું.
પોલીસે હિતેશની ફરિયાદ આધારે જામનગર, લોધીકા, જુનાગઢ, નાગડકા, બોટાદ અને કાકેડી મોલીમાં રહેતા ૯ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોધી,આ ટોળકીએ બીજા કેટલા યુવાનોને પોતાની જાળમાં ફસાવ્યા એ અંગે તપાસ આગળ વધારી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024