લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી 23 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી

22-Jul-2021

રાજ્યસભામાં ગુરુવારે આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ જયારે પેગાસસ મુદ્દે નિવેદન કરી રહ્યાં હતા તે સમયે, ટીએમસીના સાંસદ શાતનુ સેને, અશ્વિની વૈષ્ણવના હાથમાંથી પેપર છીનવી લઈને ફાડી નાખ્યા હતા. અને ફાડેલા કાગળો ઉપસભાપતિ તરફ ઉછાળ્યા હતા. ફોન ટેપીંગ અને જાસુસી કાંડ સામે આવ્યા બાદ આ જ મુદ્દા પર, સંસદના બન્ને ગૃહમાં વિપક્ષે હંગામો મચાવ્યો હતો. આજે સવારે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે જ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર અને હોબાળો મચાવી મૂક્યો હતો. સંસદના ગૃહને ઓર્ડરમાં લેવા માટે અશક્ય લાગતા, અધ્યક્ષે પહેલા બાર વાગ્યા સુધી અને ત્યાર બાદ ચાર વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરાઈ હતી. અને ત્યાર બાદ દિવસભરની કામગીરી બીજા દિવસ એટલે કે 23 મી જુલાઈના સવારના 11 વાગ્યા સુધી મોકુફ રાખવાની જાહેરાત કરાઈ હતી.

મોનસુન સેશનના બન્ને દિવસ હંગામેદાર રહ્યા બાદ સ્થિતિ એ રહી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નવા સાંસદોનો પરિચય જ ન કરી શક્યા. ફોન ટેપીંગ અને જાસુસી કાંડ સામે આવ્યા બાદ એ જ મુદ્દા પર હંગામો થતો રહ્યો. આજે પણ વિવિધ મુદ્દા પર હંગામો યથાવત રહે તેમ લાગી રહ્યું છે.

આંદોલન કરતા ખેડૂતો હવે સંસદને ઘેરવાની તૈયારીમાં 

ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માગને લઈને ખેડૂતોએ 22 જુલાઈનાં રોજ સંસદનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારી છે. ખેડૂતો આજથી દિલ્હીમાં સંસદની બહાર જંતર મંતર પર કૃષિ કાયદાઓનો (Farm Laws) વિરોધ કરશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે ખેડૂત સંગઠનોને જંતર-મંતર (Jantar Mantar) પર કોરોનો પ્રોટોકોલનું પાલન કરીને વિરોધ માટે લીલી ઝંડી મળી છે. આશરે 200 ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં (Protest) જોડાશે.

ખેડૂતો આજ 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી દિલ્હીના જંતર-મંતર પર કૃષિ કાયદાઓનો વિરોધ નોંધાવશે. દિલ્હી પોલીસે ખેડૂત સંગઠનોને (Farmer union) જંતર-મંતર પર કોરોનો પ્રોટોકોલ (Corona Protocol) જાળવીને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપી છે. સંસદના ચોમાસું સત્ર (Monsoon Session) દરમિયાન દરરોજ 200 ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે.

Author : Gujaratenews