સરકાર લોકોને વિવિધ યોજનાઓ દ્વારા માત્ર ફાયદો જ નહીં કરે, પરંતુ લોકોને આ યોજનાઓ દ્વારા કમાણી કરવાની તક પણ આપે છે. જો તમે પણ ઘરે બેઠા બેઠા પૈસા કમાવવા માંગતા હોવ, તો તમારા માટે એક સારી તક છે. ખરેખર, સરકારે એક હરીફાઈ શરૂ કરી છે. અને જો તમે આ હરીફાઈમાં જીતશો. તો તમને 50 હજાર રૂપિયા મળશે. ખાસ વાત એ છે કે તમારે આ માટે ક્યાંય જવાની જરૂર નથી અને તમે ઘરે બેઠા બેઠા પૈસા કમાઇ શકો છો.
હરીફાઈમાં તમારે જે કરવાનું છે તે કેન્દ્ર સરકારની વન નેશન-વન રેશનકાર્ડ યોજના માટે લોગો તૈયાર કરવાનું છે. સરકારે લોકો માટે આ માટે એન્ટ્રી માંગી છે. જો તમે ડિઝાઇન કરવામાં નિષ્ણાત છો, તો તે લોકડાઉનમાં તમારા માટે આવકનો સારો સ્રોત બની શકે છે.
તમારે ફક્ત વન નેશન-વન રેશનકાર્ડ યોજના માટે લોગો ડિઝાઇન કરવાનું છે. એકવાર લોગો બની જાય પછી તેને નિશ્ચિત પ્રક્રિયા અનુસાર સરકારને મોકલવાની રહેશે. લોગોની રચના કરતી વખતે, તમારે કેટલીક બાબતોની કાળજી લેવી પડશે, જેમ કે તમારી ડિઝાઇન કોઇની નકલ ન હોવી જોઇએ, સરકારનો સંદેશ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું.
ઈનામ કેવી રીતે મેળવવું?
જો તમારી ડિઝાઇન સરકાર દ્વારા પસંદ કરવામાં આવી તો તમને 50 હજાર રૂપિયાનું ઇનામ મળશે. જે પણ સ્પર્ધકનો લોગો પસંદ કરવામાં આવશે તેમને સરકાર દ્વારા 50 હજાર અને સર્ટીફિકેટ પણ આપવામાં આવશે. બાકીના સ્પર્ધકોને પણ સરકાર તરફથી એક સર્ટીફિકેટ આપવામાં આવશે.
ક્યાં સુધી અરજી કરી શકો છો?::આ હરીફાઈમાં, તમે 31 મે સુધી અરજી કરી શકો છો. આ હરીફાઈ મેની શરૂઆતથી શરૂ થઈ છે અને માય ગવર્નમેન્ટ ઈન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પણ આની જાહેરાત કરવામાં આવી હતી
વન નેશન વન રેશનકાર્ડ લોગો ડિઝાઇન કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે પહેલા myGov.in પોર્ટલ પર જવું પડશે. અહીં તમારે હરીફાઈનું ઓપ્શન સિલેક્ટ કરીને લોગિન ટુ પાર્ટિસિપટ ટેબ પર ક્લિક કરવું પડશે. આમાં નોંધણી થયા પછી, તમારી એન્ટ્રી ફાઇલ કરવાની રહેશે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો ::દરેક વયના લોકો લોગો ડિઝાઇન હરીફાઈમાં ભાગ લઈ શકે છે. એક સ્પર્ધક મહત્તમ ત્રણ એન્ટ્રી દાખલ કરી શકે છે. JPEG, BMP અથવા TIFF માં લોગોનું ફોર્મેટ ઉચ્ચ રીઝોલ્યુશન (600 ડીપીઆઇ) હોવું જોઈએ. લોગો કોઈપણ ભાષા, હિન્દી અથવા અંગ્રેજીમાં હોઈ શકે છે. લોગો વિશે 100 શબ્દોમાં માહિતી હોવી મહત્વપૂર્ણ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024