રાજસ્થાન હાઇકોર્ટે પરિણીત મહિલા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેલા પુરુષને ગેરકાયદેસ૨ સંબંધ ગણાવ્યો છે. જસ્ટિસ સતીશ કુમાર શર્માની સિંગલ બેંચે તેના ચુકાદામાં અરજદારો વતી સુરક્ષાની માંગને ફગાવી દેતા આ વાત કહી હતી. બંનેએ કહ્યું કે તેમનો જીવ જોખમમાં છે અને તેમને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. 30 વર્ષીય પરિણીત મહિલા અને 27 વર્ષીય પુરૂષ દ્વારા ઝુનઝુનુ જિલ્લામાં રક્ષણ મેળવવા અરજી દાખલ કરવામાં આવી હતી. બંને તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે તેઓ પુખ્ત વયના છે અને તેમની પોતાની મરજીથી લિવ-ઇન સંબંધમાં રહે છે.
Author : Gujaratenews



14-Dec-2025