અરવલ્લી: ગુજરાતની સૌથી જૂની અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજના ૭૫મા વર્ષની ઉજવણી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ તથા એલ. ડી. એલ્યુમની ઓસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કરવાનું આયોજન હાથ ધરાયું છે.
તા. ૨૦ જૂન ૧૯૪૮થી કાર્યરત અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ વર્ષ ૨૦૨૩માં ૭૫ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આ ૭૫મા વર્ષની ઉજવણી સંદર્ભે એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે એલ. ડી. એન્જિનિયરિંગ એલ્યુમની એસોસિએશનની એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં આવનાર ૭૫મા વર્ષની ઉજવણી અંગે કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ હતી. આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક સાથે ભેગા થાય તે માટેનું પણ આયોજન કરાયું છે. એલ્યુમની એસોસિએશન તરફથી કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ અને સંસ્થાને કેવી રીતે સહયોગ આપી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરાઈ હતી.
એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી ભણેલ વિદ્યાર્થી સંસ્થાને ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સ્વરૂપે મદદ કરી શકે તે ભાવનાને આધારે આ ઉજવણી થવાની છે. આ ૭૫મા વર્ષની ઉજવણી દરમિયાન વર્ષ ભર વિવિધ કાર્યક્રમો દ્વારા એક્સપર્ટ લેક્ચર સિરીઝનું આયોજન થવાનું નક્કી કરાયું છે.
આ મિટીંગમાં એલ્યુમની એસોસિએશનના પ્રમુખ દિપેશ શાહ (IAS), ઉપપ્રમુખ અતુલભાઈ શાહ, એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય ડો. રાજુલ ગજ્જર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024