આજે ઘણા મહત્વના કામો પતાવવા છેલ્લો દિવસ છે. જો આ સમયમર્યાદા ચુકી જશો તો તમને નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. જો તમે સિન્ડિકેટ બેંકના ગ્રાહક છો તો તમારે આ મહિને એક નવો IFSC CODE લેવો પડશે. આ ઉપરાંત આ મહિનામાં PM KISAN યોજના માટે રજીસ્ટ્રેશન નહી કરાવનારે નુકસાન સહન કરવું પડી શકે છે. ઘણી બેંકો સ્પેશિયલ FD ઓફર કરી રહી છે જેનો લાભ 30 જૂન બાદ મળશે નહિ
PM KISAN યોજના માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી
જો તમે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરાવી નથી, તો તે 30 મી જૂન પહેલાં કરી લો, જેથી આ વર્ષના બંને હપતા તમારા ખાતામાં મળી શકે. પીએમ કિસાન સન્માન નિધિના નિયમો અનુસાર જો તમે જૂનમાં અરજી કરો છો અને તમારી અરજી સ્વીકારાય છે અને તમને જૂન અથવા જુલાઈમાં 2000 રૂપિયા મળશે. આ પછી ઓગસ્ટમાં પણ 2000 રૂપિયાની હપ્તા તમારા બેંક ખાતામાં આવશે.
Special FDમાં રોકાણની છેલ્લી તક
SBI, HDFC , ICICI અને બેંક ઓફ બરોડા(BOB)એ વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ FD શરૂ કરી હતી. આ યોજના 30 જૂન 2021 ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો સામાન્ય FD કરતા વધારે વ્યાજ મેળવે છે. જો તમે સિનિયર સિટીઝન છો અને સામાન્ય FD કરતા વધારે વ્યાજ ઈચ્છો છો તો તમારે ચાલુ મહિનામાં રોકાણ કરી લેવું જોઈએ.
IFSC કોડ બદલાઈ રહયા છે
1 એપ્રિલ 2020 થી સિન્ડિકેટ બેંકને કેનેરા બેંકમાં મર્જ કરવામાં આવી છે, તેથી હવે 1 લી જુલાઈથી બેંકનો IFSC કોડ બદલાવા જઈ રહ્યો છે. સિન્ડિકેટ બેંક શાખાનો હાલનો IFSC કોડ ફક્ત 30 જૂન 2021 સુધી કાર્યરત રહેશે. બેંકના નવા IFSC કોડ 1 જુલાઇ, 2021 થી લાગુ થશે. સિન્ડિકેટ બેન્કના ગ્રાહકોએ હવે આ માટે નવા IFSC કોડ મેળવવા પડશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024