Surat: ગુજરાતમાં કોરોના સાથે મ્યુકર માઇકોસીસ લોકોની ચિંતા વધારી રહ્યો છે. ત્યારે સુરતની કિરણ હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસીસના 70થી વધુ દર્દીઓની અત્યાર સુધીમાં સારવાર કરવામાં આવી છે. રોગે ગંભીર રૂપ ધારણ કરતા 8 દર્દીઓની આંખ ગુમાવવાનો વારો પણ આવ્યો છે.
ત્યારે ગરીબ દર્દીઓ માટે આ બીમારીની સારવાર ખૂબ દુષ્કર બની જાય છે. તેવામાં કિરણ હોસ્પિટલ મ્યુકરમાઇકોસીસના ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ બનીને આવી છે. કિરણ હોસ્પિટલ દ્વારા આવા 25 દર્દીઓને 1-1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. દર અઠવાડિયે આવા 25 દર્દીઓને ચેક આપવામાં આવશે. અંદાજે 1 કરોડની રકમ દર્દીઓને સહાયના ભાગરૂપે અપાશે.
રાજ્યભરમાં મ્યુકર માઇકોસીસના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સુરતમાં પણ ખતરો વધ્યો છે. સુરતની સિવિલ અને સ્મીમેર જેવી સરકારી હોસ્પિટલમાં આ બીમારી માટે અલગ વોર્ડ અને નિષ્ણાંતોની ટીમ તૈયાર કરવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024