યુવતી સાથેના ફોટા વાયરલ થવાના મામલે પરબત પટેલનો ખુલાસો, કહ્યું- મને રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું, મેં મારી લાઇફમાં કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી'

08-Aug-2021

પાલનપુર: 15મી ઓગસ્ટે અશ્લીલ વીડિયો વાયરલ કરવાના આપના કાર્યકર મઘાભાઇ  પટેલના દાવા વચ્ચે સાંસદ પરબતભાઇ પટેલે મીડિયામાં નિવેદન આપ્યું છે. 

ભાજપ સાંસદ પરબત પટેલના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન ડીસામાં એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે વાયરલ થયેલા ફોટા મુદ્દે સાંસદ પરબત પટેલ પોતે નખશિખ પ્રામાણિક હોવાનું જણાવ્યું છે. સાંસદ પરબત પટેલે મીડિયાને નિવેદન આપતા પોતાના ફોટા ન હોવાનો દાવો પણ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, મારા ફોટા કોઈએ ખોટી રીતે વાયરલ કર્યા છે. હું આવી કોઈ યુવતીને ઓળખતો પણ નથી.'

'મારા ફોટાનો ખોટી રીતે ઉપયોગ કરાયો'

બનાસકાંઠાના ભાજપ સાંસદ પરબત પટેલે મીડિયાને જણાવ્યું કહ્યું કે, 'મેં ફોટા જોયા નથી, મીડિયાના માધ્યમથી મેં જોયું કે, અમારા ભાઈ મગાભાઈ કહ્યું છે કે, 15મીએ હું વિડીયો વાયરલ કરીશ. મારી જાત કેવી છે તેની મને ખબર છે, મે મારી લાઈફમાં કોઈની જોડે કોઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ખરાબ રીતે ઉપયોગ કરીને એડિટ કર્યો હોય તો મને ખ્યાલ નથી. તેમણે મીડિયાને વધુમાં જણાવ્યું કે, વર્ષ 2016થી લઈને આ બાબતને લઈને મારી પાસે આવીને પૈસા માંગીને મને બ્લેકમેલ કરવાની કોશિશ પણ કરવામાં આવી છે.'

'જરૂર પડશે તો પોલીસ ફરિયાદ કરીશ'

બનાસકાંઠામાં આવેલા થરાદના ભાચર ગામના એક શખ્સે સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં મગાભાઈ પટેલ નામના શખ્સે રાજકીય પાર્ટીના નેતા પાલનપુર સર્કિટ હાઉસમાં કાળાકામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ચીમકી પણ આપી હતી. જો કે, હવે યુવતી સાથેના કથિત ફોટા વાયરલ થતાં પરબત પટેલે મીડિયા સામે ખુલાસો કર્યો છે, જે ભાઈને 15મી ઓગસ્ટે વિડીયો વાયરલ કરવો છે તેને કરવા દો. મે વાયરલ ફોટા જોયા નથી. આ બાબત અંગે જરૂર પડશે તો પોલીસ ફરિયાદ કરીશ.

 

મગાભાઈ પટેલના નામના વ્યક્તિએ વિડીયો વાયરલ કરવાની ચીમકી આપી હતી

'થોડા દિવસ પહેલા મગાભાઈ પટેલના નામના વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, નેતાજીનો સેક્સ વિડીયો 4.6 મિનિટનો છે, તેમાંથી 1 મિનિટનો કટિંગ વિડીયો 15 ઓગસ્ટના દિવસે 12.39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે. નેતાજી પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરેલીયા રમતા ઝડપાયા'

Author : Gujaratenews