સુરતના આંબોલી ગામ પાસે તાપીમાંથી મહિલા અને બાળકની લાશ મળી,નદીના કિનારે થી વધુ એક કોહવાઈ ગયેલી હાલતમાં 4-5 માસ ના બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો

23-Jun-2021

કામરેજ તાલુકાના આંબોલી ગામેથી વહેતી તાપી નદીમાં માછી મારી કરતાં યુવકને મહિલા અને બાળકની લાશ જોવા મળી હતી. બંનેના હાથ એક કાપડના ટુકડા સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતાં. બંને સબંધમાં માતા પુત્ર હોવાનુ પોલીસનું અનુમાન છે. મહિલાના જમણા હાથે પતંગિયાનુ નિશાન જ્યારે ડાબા હાથમાં અંગ્રેજીમાં સુરેશ લખેલું છુંદણાનું નિશાન મળી આવ્યું હતું. પોલીસે મૃતદેહોનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે.આંબોલી જુના બ્રીજનાં પીલ્લરથી કઠોર તરફ જતા તાપી નદીનાં કિનારે પાણીમાં એકબીજાની બાજુમાં બે લાશ તરતી દેખાઈ હતી. જેમાં એક આશરે 40 વર્ષની અજાણી મહિલા તથા બીજી આશરે 13 વર્ષનાં છોકરાની હતી. બંને લાશ ફુલી ગયેલી હતી. જે અંગે કઠોર આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં જાણ કરતા પોલીસે આવી બંને લાશને બહાર કાઢી હતી.બંને માતા પુત્ર હોવાનુ પોલિસનું અનુમાન છે

 

Author : Gujaratenews