કઠોર ગામમાં બોરિંગમા દુષિત પાણી ભળી જતા 6 લોકોના મોતથી હાહાકાર, 60થી વધુ લોકો હોસ્પિટલાઇઝ
02-Jun-2021
હાલમાં સુરત શહેરમાં સમાવેશ કરાયેલા કામરેજના કઠોર ગામે વિવેક નગર કોલોની જે આદિવાસી વિસ્તાર છે ત્યાં ગઈકાલ થી ઝાડા તેમજ ઉલટી ના ૬૦ થી વધુ કેશો સામે આવ્યા છે તમામ લોકો ને કઠોર રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે કુલ ૬ જેટલા લોકો ને મોત થઇ ચુક્યા છે જે પેકી ૫ લોકો વયસ્ક છે અને એક બાળક નું મોત થયું છે ,ઘટના ને લઇ સમગ્ર વિસ્તાર માં ભારે હડકંપ મચી ગયો હતો ,પીવાના પાણી ની લાઈન અને ગટર ની લાઈન મિક્ષ થતા ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે ,જોકે સ્થાનિકો ધ્વારા વારંવાર ગટર સાફ સફાઈ મુદ્દે એમ સી માં ફરિયાદ પણ કરવામા આવી હતી પરંતુ જ્યાર થી ગામ નું એસ એમ સી માં સમાવેશ થયો છે ત્યાર થી ગામ જાણે અનાથ બની ગયું હોઈ એમ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે
જોકે કઠોર ગામે બનેલી ગંભીર ઘટના ને લઇ એસ એમ સી દોડતું થયું હતું અને વહેલીસ અવાર થીજ એસ એમ સી ના ડ્રેનેજ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ ની ટીમે કઠોર ગામે વિવેક નગર કોલોની માં ધામા નાખ્યા હતા અને ગામ ની તમામ અંદર ગ્રાઉન્ડ ગટરો તેમજ પાણી ની પાઈપ લાઈન માં સાફસફાઈ હાથ ધરી હતી તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘરોમાં ક્લોરીન ની ટેબ્લેટ તેમજ ઓ આર એસ પાવડર નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ,એસ એમ સી ની ટીમ દ્વારા તમામ ઘરો માંથી પાણી ના સેમ્પલ લઇ પાણી નું ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોલોની ની તમામ પાણી ની લાઈનો બંધ કરી ગામ ને ટેન્કર ધ્વારા પાણી પોચાડવાનું શરુ કરવામાં આવ્યું હતું ,ઘટના ને પગલે એસ એમ સી ના ડે .કમિશ્નર પણ ઘટના સ્થળે પહોચ્યા હતા
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024