સુરત: સામાજીક ક્ષેત્રે અવનવી પ્રવૃત્તિઓ સાથે છેલ્લા બે જન્મદિવસ નિમિત્તે યુવાનોમાં વૈચારિક ક્રાંતિ આવે એવા હેતુથી કોઈપણ પ્રકારની ઉજવણી કરવી જેમકે કેક કાપવી, સેલિબ્રેશન કરવું કે પછી સમય પ્રમાણે યંગસ્ટર્સ કરતા ઉજવણીના કરી સમાજને ઉપયોગી બનવા માટે રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદ બાળકો માટે સ્માઈલ કીટ બનાવી વિતરણ કરી સામાજીક ક્ષેત્રે યુવાપેઢીઓને જન્મદિવસ નિમિત્તે પ્રેરણાદાયી કાર્ય કરી સંદેશ પાઠવ્યો છે, 38 વૃક્ષોનું રોપણ કરી, 138 બ્લડ યુનિટ એકત્રિત કરાયું હતું, અને જરૂરિયાત મંદ બાળકોને નાસ્તાની સાથે સ્માઈલ કિટોનું વિતરણ કરાયું હતું, પોતાના જન્મદિવસે માનવતાનાં કાર્ય કરી આ યુવા ચહેરાએ એક વિશેષ્ઠ પ્રતિત્વ ઉભું કર્યું છે, આ પ્રસંગે લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે સુરત શહેરનાં રાજકીય મહાનુભાવો, પોલીસતંત્રમાં કાર્યરત ઉપરી અધિકારીઓ, સામાજીક અને સેવાકીય કાર્યનાં અગ્રણીઓ, ડૉક્ટર, સંઘર્ષનાં સાથી યુવા ટીમ અને બહોળી સંખ્યામાં શુભચિંતકો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સામાજીક અને સેવાકીય કાર્યમાં સક્રિય યુવા કરૂણેશ રાણપરિયા એ ઉજવ્યો અનોખી રીતે જન્મદિવસ
20-Jun-2021








14-Dec-2025