અમદાવાદ આવતી લકઝરી બસની આ જગ્યાએ મોટી દુર્ઘટના , બસ અને વાહન વચ્ચે જોરદાર ટક્કર થતાં 17નાં મોત અને અધધધ લોકો ઘાયલ

09-Jun-2021

 

ઉત્તરપ્રદેશના કાનપુર સચેન્ડીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં લગભગ 17 લોકોનાં મોત થયા હતા તો 30 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 16ની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે. તેઓને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી હતી. ઈજાગ્રસ્તોને લોડરની મદદથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને લોડરની મદદથી જ હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યાં છે. હાલ અનેક લોકો દબાય ગયા હોવાની માહિતી મળી રહી છે જેને કાઢવાના પ્રયાસો થઈ રહ્યાં છે. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ દુર્ઘટનાની તપાસના આદેશ આપી દિધા છે.

જય અંબે ટ્રાવેલ્સની સ્લીપર બસ કાનપુરથી ગુજરાતના અમદાવાદ જઈ રહી હતી. જેમાં લગભગ 45 લોકો સવાર હતા. કાનપુરથી 10 કિલોમીટર દૂર જેવી બસ કિસાન નગર પહોંચી કે પાછળથી એક DCMએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સામેથી આવી રહેલા બીજા ટેમ્પ વચ્ચે ફસાઈ ગઈ અને આ દુર્ઘટના ઘટી હતી. ટેમ્પોમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાના સમાચાર છે. આ ઉપરાંત બસમાં સવાર કેટલાંક લોકોના મોત નિપજ્યા છે.ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે ઘાયલોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત લોડરમાં ભરીને અનેક મૃતદેહ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. એક લોડરમાં 7-7 શબ રાખીને હેલટ હોસ્પિટલ લઈ જવાયા. આવા કરૂણ દ્રશ્યો જોઈને દરેક લોકો હલબલી ગયા. હેલટ હોસ્પિટલ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. ડોકટર્સ અને મેડિકલ સ્ટાફને ઘરેથી પરત બોલાવવામાં આવ્યા છે.બસ અને ટેમ્પોમાં સવાર યાત્રિકોના પરિવારના લોકો હેલટ હોસ્પિટલ પહોંચી ગયા છે. એક વૃદ્ધા પોતાના પુત્રની લાશ સ્ટ્રેચર પર જોઈને બેભાન થઈ ગયા. વારંવાર વૃદ્ધા ડોકટરને પૂછતાં રહ્યાં કે મારો પુત્ર ઠીક તો થઈ જશે ને. ડોકટરે કફન ઓઢાડ્યું તો વૃદ્ધા વારંવાર પુત્રના માથાને ચુમતા રહ્યાં. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર દરેક લોકોની આંખ છલકાઈ ગઈ હતી.

 

કાનપુરના સચેન્ડીમાં થયેલા માર્ગ અકસ્માતમાં CM યોગીએ દુખ વ્યક્ત કર્યું છે. વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સંભવિત મદદ કરવાનું કહ્યું છે. મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. 

Author : Gujaratenews