કાગદડીમાં આભ ફાટ્યું, અંદાજે 12 ઈંચ જેટલો વરસાદ, ભારે વરસાદ બાદ કાગદડીમાં તારાજીના દ્રશ્યો

26-Jul-2021

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલાં કાગદડી ગામે જાણે કે કુદરત રૂઠી હોય તેવાં દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગત રોજ કાગદડીમાં આભ ફાટ્યું હોય તેમ અંદાજે 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જો કે આજે વરસાદ બંધ થઈ જતાં અને પાણી ઓસરી જતાં ચારેતરફ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ વાંચો કેવી છે પરિસ્થિતિ.

રાજકોટના કાગદડીથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં અનરાધાર વરસાદને કારણે ઘરોમાં પાણી ફરી વળતાં ભારે નુકસાન થયું છે. ભારે વરસાદ બાદ કાગદડીમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. 20 વીજપોલ ધરાશાઈ થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આ ઉપરાંત પાણીમાં તણાતાં અનેક પશુઓનાં મોત થયા છે.

Author : Gujaratenews