સુરતના કડોદરા વિસ્તારમાં કાળજુ થથરાવતી ઘટનાઃ અઢી વર્ષના દીકરા ક્રિષ્નાની હત્યા કરીએ માતાએ ચોથા માળેથી છલાંગ લગાવી
18-Aug-2021
સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીમાં આવેલા યુનિક એપોર્ટમેન્ટમાં રહેતી સગર્ભાએ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ આપઘાત કર્યા બાદ તેના ઘરમાં તપાસ કરતાં તેનો અઢી વર્ષનો મૃત બાળક પણ મળી આવ્યો હતો, જેથી પ્રાથમિક તબક્કે મહિલાએ પુત્રની હત્યા કર્યા બાદ કૂદીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ કડોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકે નણંદ પર આરોપ લગાવ્યો હતો
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આપઘાત કરનારી મહિલાનું નામ વનિતાબેન પાંડે (ઉં.વ.30) અને પુત્રનું નામ ક્રિષ્ના (ઉં.વ. અઢી વર્ષ) છે. સગર્ભા વનિતાએ પુત્રની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. મહિલાના આપઘાત બાદ બાળકનો મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યાં છે. એટલું જ નહીં, પણ પુત્રની હત્યા બાદ મહિલાએ પોતાની નણંદ પર પુત્રની હત્યાનો આરોપ લગાવી ચોથા માળેથી મોતનો કૂદકો માર્યો હોવાનું સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું.
પરિવાર યુપીના રહેવાસી
રાજેશ પાંડે (મૃતકનો દિયર)એ જણાવ્યું હતું કે આજે સવારે ભાભીએ આવું પગલું કેમ ભર્યું, એ જ ખબર નથી પડતી. તેઓ યુપીના રહેવાસી છે અને ભાઈ મહેશના લગ્ન બાદ ભાઈ-ભાભી બે સંતાન મોટો પુત્ર આર્યન જે હાલ ઘરે છે અને નાનો પુત્ર ક્રિષ્ના જેનું મોત થયું છે. ભાઈ મહેશ ટેક્સટાઇલ્સમાં માસ્ટર છે. 10 વર્ષથી કડોદરમાં રહે છે. ભાભીના આપઘાત અને માસૂમ ક્રિષ્નાના મોતનું કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડી શકશે. પલસાણામાં પોસ્ટમોર્ટમ કરાયું છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024