રિયાધ :સાઉદી આરબ સ્થિત મુસ્લિમોના પવિત્ર ધર્મસ્થળ મક્કાના કાળા પથ્થરની એચડી તસવીર સામે આવી છે. આ પહેલી વખત થયું છે કે સાઉદી પ્રશાસને આ તસવીર જાહેર કરી છે. અરબીમાં આ કાળ પથ્થરને અલ-હઝર-અલ અસ્વાદ કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે સિયાહ કે કાળો પથ્થર. આ ફોટોગ્રાફસને ખાસ કેમેરાથી કેદ કરવામાં આવ્યો છે. ૪૯ હજાર મેગાપિક્સલની આ તસવીરને ડેવલપ કરવામાં લગભગ ૫૦ કલાક જેટલો સમય લાગ્યો છે. મસ્જિદ પ્રશાસને આ માટે પોતાની એન્જિનિયરિંગ એજન્સીની મદદ લીધી હતી. આ દરમિયાન ૧૦૫૦ ફોટોગ્રાફ કેપ્ચર કરવામાં આવ્યા હતા, જેમાં કુલ ૭ કલાક લાગ્યા હતા. જે માટે ફોકસ સ્ટાકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે ટેકનોલોજીમાં અલગ-અલગ એન્ગલથી લેવામાં આવેલા ફોટોગ્રાફસને કમ્બાઈન કરવામાં આવે છે. અને બાદમાં એક શાર્પ અને હાઈક્વોલિટી ફોટોગ્રાફ તૈયાર કરવામાં આવે છે.
ઈસ્લામિક સ્ટડીઝના રિસર્ચર અફિતિ અલ-અકિકત મુજબ આ પથ્થર હકિકતમાં કાળો નથી, જેવો હું સમજતો રહ્યો છું. આ પહેલી વખત છે કે આ પથ્થરનો ફોટો મેગ્નીફાઈ કરીને લેવામાં આવ્યો છે. જેને હવે અત્યંત બારિકાઈથી અને વ્યક્તિગત રીતે જોઈ શકાય છે.
આ પથ્થર મસ્જિદના પૂર્વ ભાગમાં લાગેલો છે અને તેની ચારે બાજુ શુદ્ધ ચાંદીની બોર્ડર છે. હજ યાત્રા પર જનારા લોકો પરિક્રમા દરમિયાન તેના બોસા(ચુંબન) લેવાનો પ્રયાસ કરે છે. જો કે, દરેક હાજી માટે આ બધું જ શક્ય નથી થઈ શકતું, કેમકે લાખો શ્રદ્ધાળુઓ હાજર હોય છે. તેથી દૂરથી જ ઈશારાથી ચુમવાની વિધિ પૂરી કરવામાં આવે છે. બે વર્ષથી કોરોના વાયરસને કારણે હજ યાત્રા પ્રભાવિત થઈ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025