જેતપુર શહેરના વોર્ડ ન 5મા આવેલ ભુગર્ભ ગટર પાલીકા દ્વારા સફાઇના અભાવે છલકાતા જાહેર માર્ગો પર ગંદા દુર્ગંધ મારતા પાણી ફરી વળ્યા હતા. જેને કારણે લોકો ત્રાહિમામ થઇ ગયા હતા. એક તરફ કમ્મરતોડ ભુગર્ભ ગટર વેરો અને કનેક્શન ચાર્જ લોકો પર નાખવામા આવતા શહેરની જનતાની ઉંઘ હરામ થઇ ગઇ છે. તો બીજી તરફ સફાઇના નામે લોલમલોલ જેવા ઘાટ સર્જાયા છે . આ ઉભરાયેલ ભુગર્ભ ગટરના પાણી ભરાયેલ રહેતા ત્યા મચ્છરોનો ઉપદ્રવ થવાની શક્યતા ખુબ વધી જવા પામેલ છે. જેને કારણે આ વિસ્તારના લોકોના આરોગ્ય પર ગંભર ખતરો તોળાઇ રહ્યો હોવાનુ નજરે ચડે છે. અનેક સ્થળે ભુગર્ભ ગટરના ઢાંકણા ટુટી ગયા હોય, ચોમાસાના વરસાદી પાણીમા આ ખાડાઓમા પડવાથી લોકો તેમજ ઢોરઢાંખરને ગંભીર અક્સમાત કે જાનહાની થવાની દહેશત રહે છે. શહેરના નાગરીકોમા એવી ચર્ચા સંભળાય છે કે ભુગર્ભ ગટરના ટેક્સ અને કનેક્શન ચાર્જીસની વસુલીની ચિંતામાથી ફ્રી થાય તો અધિકારીઓ અને પદાધિકારીઓ લોકોની સમસ્યા અંગે જરૂર વિચારશે તેવી લોકોને આશા છે.
રિપોર્ટ: ચુડાસમા વિક્રમસિંહ (જેતપુર)
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024