જેતપુર તાલુકાના અમરાપર ગામમાં અકસ્માતથી નદી પાસે આવેલ પથ્થરની પાણી ભરેલ ખાણમાં અકસ્માતે પડી જતા પ્રૌઢનું મૃત્યુ

07-Jul-2021

પ્રતિકાત્મક તસવીર.

રિપોર્ટ: ચુડાસમા વિક્રમસિંહ (જેતપુર)

જેતપુર તાલુકાના અમરાપર ગામમાં અકસ્માતથી નદી પાસે આવેલ પથ્થરની પાણી ભરેલ ખાણમાં અકસ્માતે પડી જતા પ્રૌઢનું મૃત્યુ થયું હતું.

આ બનાવની વિગત એવી છે કે જેતપુર તાલુકાના અમરાપર ગામમાં ઘેટા બકરા ચરાવતા માલધારી રૂડાભાઈ મુળુભાઇ  ( ઉ.વ. ૪૦) નું  ગઈકાલે બપોર ના સમયે  પોતાના ઘેટા-બકરા ચરાવતા હતા એવામાં એક બકરું પાણીમાં પડી જતા તેને બચાવવા જતાં  પોતાનો પગ લપસી જતા  આ પથ્થરની ખાણના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. . આ બનાવની જાણ સરપંચને થતા  તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને  જાણ કરતાં રેશ્ક્યું ટીમે બોડી બહાર કાઢી સિવિલ હોસ્પિટલમ જેતપુર લાવતા ફરજ પરના તબીબે  તેઓને મૃત જાહેર કર્યા હતા. આ  બનાવથી નાનકડા એવા અમરાપર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃત્યુ પામનાર રૂડાભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.  
જાણવા મળતી વિગત મુજબ અહી પથ્થરો કાઢવાની બાબતને લઈને સરપંચ અને ગ્રામજનો દ્વારા અનેક વખત લાગતા વળગતા અધિકારીઓને લેખિત- મૌખિક રજૂઆતો કરવામા અવેલ આમ છતા  બેફામ બનેલ પથ્થરોનું ખાનન કરનારાઓ સામે કોઈ કાયદેસર કાર્યવાહી આજદિન સુધી થયેલ નથી.

Author : Gujaratenews